ગુજરાત

gujarat

Vadodara News : હરણી તળાવ બોટ દુર્ઘટનાના 12 દિવસ, મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સામાજિક કાર્યકરોએ મૂંડન કરાવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 4:07 PM IST

વડોદરા શહેરમાં થયેલા હરણી તળાવ બોટ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સામાજિક કાર્યકરોએ મૂંડન કરાવ્યું હતું. ક્ષત્રિય સમાજના બે સામાજિક કાર્યકરોએ આજે મૃતકોને 12 દિવસ થતાં મૂંડન કરાવી શ્રદ્ધાંજલિ આપવા સાથે મૃતકોના પરિવારને ન્યાય અપાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરી હતી.

Vadodara News  : હરણી તળાવ બોટ દુર્ઘટનાના 12 દિવસ, મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સામાજિક કાર્યકરોએ મૂંડન કરાવ્યું
Vadodara News : હરણી તળાવ બોટ દુર્ઘટનાના 12 દિવસ, મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સામાજિક કાર્યકરોએ મૂંડન કરાવ્યું

મૃતકોના પરિવારને ન્યાય અપાવવા માગણી

વડોદરા : વડોદરા શહેરમાં લેક બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત થયાં હતાં. જેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું હતું. આ સમયે મૃતકોના પરિવારજન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે મૃતકોને ન્યાય મળે તેવી ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરવામાં આવી હતી.

પરિવારજનોને ન્યાય મળવો જોઈએ : સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમે બંનેએ મુંડન કરાવ્યું છે. હું ક્ષત્રિય છું, છતાં જ્યાં સુધી મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૂછ નહીં રાખું. તંત્રએ આરોપીઓને ફરિયાદી બનાવી પ્રજાને મૂરખ બનાવાનું કામ બંધ કરે અને તંત્ર આવી ભયંકર ભૂલોને છૂપાવી જોઈએ નહીં પરિવારજનોને ન્યાય મળવો જોઈએ.આપણા લોકશાહી દેશમાં માનવતા મરી પડવાની છે. સત્તા સામે અવાજ ઉપાડતો નથી. આજે 12 દિવસ પુરા થયાં પરંતુ પરિવાર આજે પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. લોકશાહીમાં લોકમાં જાગૃતિ હોવી જોઈએ.

માનવ વધનો ગુનો દાખલ કરવા માગણી : વડોદરાના હરણી ઝોન લેક ખાતે બનેલી દુર્ઘટનાને 12 દિવસ થયાં છે ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ક્ષત્રિય સમાજના બે સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું હતું. વડોદરાના સામાજિક કાર્યકર કમલેશ પરમારે વઘુ માહિતી આપી હતી કે હરણી લેક્ઝોન બોટ દુર્ઘટનામાં વડોદરાના 12 બાળકો અને બે શિક્ષિકાના એમ 14 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જેથી ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી. પરિવાર સભ્યોને ન્યાય મળે તેવા પ્રયત્નો તંત્ર એ કરવા જોઈએ.જયારે ઘટના સમયે ઉપસ્થિત રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહી આવે. ત્યારે અમારી માંગણી છે કે, ન્યુ સનરાઇઝ સ્કૂલના સંચાલકો અને સરકારી અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવે અને માનવ વધનો ગુનો દાખલ થાય. આ માંગ સાથે આજે અમે હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું છે.

13 આરોપીની ધરપકડ : 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી લેક ઝોન ખાતે થયેલા બોટ કાંડમાં 12 નિર્દોષ બાળકો સહિત 2 શિક્ષિકાનાં મોત નિપજ્યા હતાં. તંત્રની બેદરકારીના કારણે બનેલી ઘટનામાં હરણી પોલીસ સ્ટેશનમાં 19 સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં અત્યાર સુધીમાં 13 આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે મુખ્ય આરોપી પરેશ શાહ સહિત ગોપાલ શાહને ઝડપી પાડ્યા હતાં. જો કે, 6 આરોપી હજી ફરાર છે.

  1. Harni Lake Tragedy : હરણી તળાવ દુર્ઘટનાના આરોપી બિનીત કોટિયા પર કોંગ્રેસ કાર્યકરે શાહી ફેંકી
  2. Harni Lake Tragedy : 14 મોતનો જવાબદાર મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details