ગુજરાત

gujarat

વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહિ લડે, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત - Ranjan Bhatt Not Contest Elections

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 10:45 AM IST

Updated : Mar 23, 2024, 12:11 PM IST

વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહિ લડે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ અંગત કારણ દર્શાવી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

વડોદરા ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહિ લડે,
વડોદરા ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહિ લડે,

વડોદરા: રાજકારણના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહિ લડે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર જાણકારી આપતાં જણાવ્યું છે કે તેમણે અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

વડોદરા ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહિ લડે

ભાજપમાં પણ નારાજગીઃ ભાજપે તેની બીજી યાદીમાં વડોદરા લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને રિપીટ કરતા વિરોધના સૂર ઉઠ્યા હતા. જેમાં જનતાએ વિવિધ સૂત્રો લખેલા બેનર ઠેર ઠેર લગાડવ્યા છે. આ બેનર્સ અને ભાજપ ઉમેદવારના વિરોધના સમાચાર સમગ્ર વડોદરામાં ફેલાઈ ગયા હતા. વડોદરા લોકસભા બેઠક ઉપર ઉમેદવારને લઈને મોટા વિવાદો સર્જાયા છે. ભાજપે પક્ષના જ હોદ્દેદારો- કાર્યકરોના વિરોધ વચ્ચે સાંસદ રંજનબેન ભટ્ટને આશ્વર્યજનક રીતે 3જી વખત રીપીટ કરતાં જ ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. સૌથી પહેલા પૂર્વ મેયર ડૉ. જ્યોતિ પંડ્યાએ ગાંધીનગર ગૃહના ઓટલેથી રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને વિરોધ શરૂ કર્યો હતો. જો કે ડૉ. જ્યોતિ પંડ્યાને ગણતરીના કલાકોમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

વડોદરામાં ઠેર ઠેર બેનરો લાગ્યા:વડોદરા શહેરની વિવિધ સોસાયટીઓમાં વિરોધ પ્રદર્શન કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બેનર્સમાં રંજનબેન ભટ્ટનો સરા જાહેર વિરોધ કરતું લખાણ લખવામાં આવ્યું છે. સંગમ સોસાયટી પાસે લાગેલા બેનરમાં લખ્યું છે કે, 'સત્તાના નશામાં ચૂર 'ભાજપા' શું કોઈને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય, કેમ કે જનતા મોદી પ્રિય'. જ્યારે શ્રી વલ્લભપાર્ક સોસાયટી પાસે એક બેનરમાં લખ્યું છે કે 'વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામાં? જનતા માગે છે તપાસ'. ઝવેરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનરમાં 'મોદી તુજસે બેર નહી, રંજન તેરી ખેર નહીં...' જેવાં વિવિધ લખાણોવાળાં બેનરોલાગ્યાં છે. આ ઘટનાને લીધે વડોદરાનું રાજકારણ ગરમાયું છે.

લોકસભા બેઠક પર વર્ષ ૧૯૬૨થી ભાજપનો દબદબો છે. ચુંટણી જીતી સંસદમાં જનારા રંજનબેન ભટ્ટ ત્રીજા મહિલા ઉમેદવાર છે. વડોદરા લોકસભા બેઠક પર નજર કરીએ તો વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પર જીત્યા હોવાથી તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી. અને પરિણામે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપતાં તેઓ કોંગ્રેસ સામે ૩ લાખ પણ વધુ મતોની લીડ સાથે જીતી ગયા હતા. વર્ષ 2014ની પેટા ચૂંટણીમાં વડોદરા બેઠક પ્રચંડ બહુમતીથી જીત્યા બાદ વર્ષ 2019ની ચૂંટણી પણ રંજનબેન ભટ્ટે જંગી લીડથી જીતી લેતા વડોદરાથી સાંસદમાં જનારા ત્રીજા મહિલા ઉમેદવાર બન્યા હતા. ત્યારે ભાજપે તેમને સતત ત્રીજી વાર ટિકિટ આપી હતી.

  1. Loksabha Election 2024: વડોદરા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટનો વિરોધ દર્શાવતા બેનર્સ લગાવાયા
  2. Vadodara lok sabha seat: સાવલીના ભાજપ MLA કેતન ઈનામદારનું નાટકીય 'રાજીનામું', તો મધૂ શ્રીવાસ્તવે પણ ભાજપને આપી ચિમકી
Last Updated : Mar 23, 2024, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details