ગુજરાત

gujarat

Surat News: વિદ્યાર્થીઓ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો જીવનમાં ઉતારે, રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનો અનુરોધ

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 10:05 PM IST

Updated : Feb 16, 2024, 2:23 PM IST

સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ડીગ્રી એનાયત કરી હતી. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. Surat SVNIT 20th Convocation President Draupadi Murmu Sardar Vallabhbhai Patel

SVNITના 20મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ઉપસ્થિત રહ્યા
SVNITના 20મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ઉપસ્થિત રહ્યા

રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ડીગ્રી એનાયત કરી હતી

સુરતઃ શહેરની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના 20મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ડીગ્રી એનાયત કરી હતી. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. તેમણે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં આવે આ માટે આવાહન પણ કર્યું હતું.

1434 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયતઃ રાષ્ટ્રપતિએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન સેન્ટરમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટયૂટના બી.ટેક, એમ.ટેક અને પીએચ.ડી સહિતનાં વિવિધ 12 જેટલી વિદ્યાશાખાનાં કુલ 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 126 પીએચ.ડી., 805 બી.ટેક., 355 એમ.ટેક, 148 5 વર્ષની ઈન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ હતી. રાષ્ટ્રપતિ એસવીએનઆઈટીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રાત્રી રોકાણ પણ સુરત શહેરમાં કરશે જ્યાંથી તેઓ બીજા દિવસે વલસાડ કાર્યક્રમમાં જવા માટે રવાના થશે.

સરદાર પટેલના આદર્શોઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ જણાવ્યુ હતું કે, આજે પદવીદાન સમારોહ દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે બનેલી સંસ્થાનમાં ભણવાની તક મળી તે સૌભાગ્યની વાત છે. સરદાર પટેલ દેશ માટે હંમેશા નિર્ણયો લેતા હતા અને કટિબદ્ધ હતા. તેમનામાંથી શીખીને તમે મુશ્કેલ સમયમાં પણ સારા નિર્ણય થઈ શકશો. સારી વાત છે એન્જિનિયરિંગ કોલેજમાં છોકરીઓની સંખ્યા વધારે છે. તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા આપું છું. એમઆઈટીમાં ખાસ પ્રોગ્રામ કરવામાં આવે. જેથી એમઆઈટીમાં મોટી સંખ્યામાં છોકરીઓ આવીને ભણે તે મારી ઈચ્છા છે. દેશને વિક્સિત બનાવવા માટે મહિલાઓનું વિશેષ સ્થાન છે અને આવનાર દિવસોમાં પણ રહેશે.

રાષ્ટ્રપતિની વિદ્યાર્થીઓને સલાહઃ અનંત અને ઉન્નત ભારત માટે SVNIT દ્વારા નજીકના ગામોને દત્તક લેવામાં આવ્યા છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે યુવાઓ દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવશે. હું કહેવા માંગીશ કે એન્જિનિયરિંગના છાત્રો વિજ્ઞાન સાથે એન્જિનિયરિંગનો ઉપયોગ કરી ભારતને વિક્સિત ભારત બનાવવા માટે આગળ આવે. માત્ર ડીગ્રી મેળવી અને રોજગાર માટે નહિ પરંતુ લોકોને રોજગાર મળે એક ઉદ્યોગ સ્થાપિત થાય તે માટે વિદ્યાનો ઉપયોગ કરવામાં આવે. AI માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર નવા કાર્યક્રમ લાવી રહી છે. AI માટે SVNIT પણ કાર્યરત રહે અને ભારતને આગળ વધારવામાં માટે તમે આ દિશામાં કાર્ય કરશો અને આગળ વધશો. હવે તમારી જવાબદારી વધી જશે કારણ કે તમારા નિર્ણયની અસર તમને રોજગાર આપતી સંસ્થા પર થશે. તમે પોતાનાં આદર્શ બનાવી લેશો તો દેશ નિમાર્ણ માટે કાર્ય કરી શકશો.

સરદાર પટેલ દેશ માટે હંમેશા નિર્ણયો લેતા હતા અને કટિબદ્ધ હતા. તેમનામાંથી શીખીને તમે મુશ્કેલ સમયમાં પણ સારા નિર્ણય થઈ શકશો. સારી વાત છે એન્જિનિયરિંગ કોલેજમાં છોકરીઓની સંખ્યા વધારે છે. તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા આપું છું...દ્રૌપદી મૂર્મુ (રાષ્ટ્રપતિ)

President Draupadi Murmu: રાષ્ટ્રપતી દ્રોપદી મૂર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

Last Updated :Feb 16, 2024, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details