ગુજરાત

gujarat

Death Due to Heart Attack : સુરતમાં યુવકનું મોર્નિંગ વોક સમયે હાર્ટ એટેકથી મોત, બે દિવસમાં 5 મોત નોંધાયા

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 4:59 PM IST

સ્વસ્થ રહેવા માટે રોજે મોર્નિંગ વોક કરનાર યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરી રહેલ યુવક બેભાન થઈને ઢળી પડ્યો હતો. ડોક્ટરે જણાવ્યું હતું કે હાર્ટ એટેકના કારણે તેનું મોત નીપજ્યું છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં હાર્ટ અટેકમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.

Death Due to Heart Attack : સુરતમાં યુવકનું મોર્નિંગ વોક સમયે હાર્ટ એટેકથી મોત, બે દિવસમાં 5 મોત નોંધાયા
Death Due to Heart Attack : સુરતમાં યુવકનું મોર્નિંગ વોક સમયે હાર્ટ એટેકથી મોત, બે દિવસમાં 5 મોત નોંધાયા

સુરત : હૃદય રોગથી બચવા માટે લોકો વ્યાયામ અને મોર્નિંગ વોક કરતા હોય છે, પરંતુ સુરત શહેરમાં એક યુવક મોર્નિંગ વોક કરતી વેળાએ અચાનક ઢળી પડ્યો હતો. સુરત શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે આવેલા અયોધ્યાનગરીમાં રહેતા 40 વર્ષીય યોગેશ આહીર રોજે મોર્નિંગ માટે નજીકના ગાર્ડનમાં જતા હતાં. પાલિકાના ગાર્ડનમાં રોજે તેઓ મોર્નિંગ વોક કરતાં હતાં. પરંતુ આજે જ્યારે તેઓ મોર્નિંગ કરવા માટે ગયા ત્યારે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતાં. સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. યોગેશ આહીર પોતાના માતાપિતા પત્ની અને ભાઈના સાથે રહેતા હતાં. યોગેશના પિતા રીટાયર્ડ પોલીસકર્મી છે. યોગેશ ટૂર એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલો હતો.

જમ્યાં પછી તે રાત્રે સુઈ ગયેલો યુવક જાગ્યો જ નહીં: સુરત શહેરમાં એક 23 વર્ષીય જય સાવલિયા પણ હાર્ટ અટેકથી અવસાન પામ્યા છે. જય ઓનલાઇન ડિઝાઇનિંગ વ્યવસાય સાથે સંકળાયેલો હતો. માતાપિતાનો એક જ પુત્ર હતો. નોકરીથી આવ્યા બાદ પરિવાર સાથે સમય પસાર કર્યો અને જમ્યા પછી તે રાત્રે સૂઈ ગયો હતો. પરંતુ સવારે માતાપિતાએ અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ તેમનો પુત્ર ન ઉઠતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યાં હતાં.

રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો : હાર્ટ અટેકનો ત્રીજો બનાવ સુરત શહેરના પુના ગામ વિસ્તારમાં બન્યો હતો. હસ્તિનાપુર્વ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય દર્શન સિખવાલા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એ ડીંડોલી પોતાના સાસરે ગયો હતો. જ્યાં અચાનક જ તેને છાતીમાં દુખાવો શરૂ થતાં તેને હોસ્પિટલ જવા માટે પરિવારના લોકોએ કહ્યું હતું પરંતુ તેણે હોસ્પિટલ જવાનું ટાળ્યું હતું. આ વચ્ચે તે અચાનક ઢળી પડ્યો હતો. દર્શનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે તેને હાર્ટ અટેક આવ્યો હતો.

  1. Rajkot News: છેલ્લા 24 કલાકમાં 5 રાજકોટ વાસીઓના હાર્ટ એટેકથી મૃત્યુ થયાં, ચકચાર મચી ગઈ
  2. HEART ATTACK : મોડા ખાવાની આદત બની શકે છે હાર્ટ એટેકનું કારણ, રિસર્ચમાં થયો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details