ગુજરાત

gujarat

Minor Gang Rape: 9 વર્ષની બાળકી ઉપર 15 અને 17 વર્ષના તરુણોએ વારંવાર ગેંગરેપ ગુજાર્યો

By ETV Bharat Gujarati Team

Published : Feb 21, 2024, 5:18 PM IST

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ વિસ્તારમાં બે તરુણોએ નવ વર્ષની બાળકી ઉપર વારંવાર ગેંગરેપ ગુજાર્યો હતો. બંને તરુણોની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ દુષ્કર્મ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ બાળકી સાથે આચર્યું હતું. છેલ્લા સવા મહિનામાં તેઓએ બાળકી સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.

surat-minor-gang-rape-surat-city-police-fir-accused-arrested
surat-minor-gang-rape-surat-city-police-fir-accused-arrested

સુરત:સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ વિસ્તારમાં બે તરુણોએ નવ વર્ષની બાળકી ઉપર વારંવાર ગેંગરેપ ગુજાર્યો હતો. બંને તરુણોની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ દુષ્કર્મ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ બાળકી સાથે આચર્યું હતું. છેલ્લા સવા મહિનામાં તેઓએ બાળકી સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં 9 વર્ષની બાળકી ઉપર છેલ્લા સવા મહિનાથી તેમની જ સોસાયટીમાં રહેતા બે તરુણો દ્વારા ગેંગરેપ તેમજ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચારવામાં આવ્યા હતા. પતિથી અલગ રહેતી એક માતા પોતાની બે દીકરીઓનું ભરણ પોષણ કરે છે. પોતાની 19 વર્ષીય અને 9 વર્ષની પુત્રી સાથે તેઓ આ વિસ્તારમાં રહે છે. તેમના ઘરની નજીક રહેતા બે તરુણો તેમની 9 વર્ષની પુત્રીને વારંવાર પોતાના ઘરે બોલાવતા હતા. આ અંગે મહિલાએ જ્યારે પોતાની દીકરીને પૂછીને તપાસ કરી તો તેમને તેમની દીકરીએ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. તેમની દીકરીના જણાવ્યા અનુસાર, "તે પોતાની બેનપણી સાથે ઘરની બહાર રમી રહી હતી ત્યારે આ બંને તરુનોએ તેને પોતાના ઘરે બોલાવી હતી અને તેની બહેનપણીને મકાનમાંથી બહાર જવા માટે કીધું હતું.

મોઢું દબાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

પીડિત બાળકીના જણાવ્યા અનુસાર, "બંનેએ રૂમમાં લઈ જઈ તેને ચપ્પુ બતાવીને દુષ્કર્મ આચાર્યું હતું અને વારંવાર આવી ઘટના કરવા માટે તેને ધમકાવીને બોલાવતા હતા. દુષ્કર્મ કરનાર એક તરુણ તેની જ બહેનપાણીનો ભાઈ છે." આ હકીકત સાંભળીને માતા તરત જ પોતાની દીકરીને હૉસ્પિટલ લઈ જઈને તેની તપાસ કરાવી હતી અને ત્યારબાદ, પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી બંને તરુણોની ધરપકડ કરી હતી.

બહેનપણીને રૂમમાંથી જવા માટે કીધું હતું

પોલીસ ઇન્સ્પેક્ટર જે. સી. જાદવએ જણાવ્યું હતું કે, "પીડિતા બાળકીની ઉંમર 9 વર્ષ છે જ્યારે દુષ્કર્મ કરનાર બંને તરુણની ઉંમર 15 અને 17 વર્ષની છે. તેમના જણાવ્યા અનુસાર, પહેલી જાન્યુઆરીના રોજ જ્યારે તે પોતાની બેનપણી સાથે રમી રહી હતી ત્યારે તેના મોટાભાઈ અને તેના મિત્ર નજીક બેઠા હતા અને ત્યારબાદ તેઓ એ બંનેને રૂમમાં લઈ ગયા હતા અને તેની બહેનપણીને રૂમમાંથી જવા માટે કીધું હતું. ત્યારબાદ બંને જણાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details