ગુજરાત

gujarat

સુરતમાં રત્ન કલાકારની હાથચાલાકી, હીરા બદલી નાખવાની ગોબાચારી કરતો સીસીટીવીમાં કેદ થયો - Surat Diamond Worker Cheating

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 9:59 PM IST

એક રત્નકલાકાર આમ તો હીરા ઘસીને પોતાની કળા બતાવે છે. પરંતુ સુરતમાં રત્ન કલાકારની હાથચાલાકી જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કારણ કે તેની કળાથી તેણે 1.50 લાખના હીરાની ઉચાપત કરી હતી જે સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

સુરતમાં રત્ન કલાકારની હાથચાલાકી, હીરા બદલી નાખવાની ગોબાચારી કરતો સીસીટીવીમાં કેદ થયો
સુરતમાં રત્ન કલાકારની હાથચાલાકી, હીરા બદલી નાખવાની ગોબાચારી કરતો સીસીટીવીમાં કેદ થયો

1.50 લાખના હીરાની ઉચાપત

સુરત : સુરત શહેરના ગુરુકૃપા ડાયમંડમાં નોકરી કરનાર રત્નકલાકાર 1.50 લાખના મોટા હીરાને હલકી ગુણવત્તાના નાના હીરા સાથે બદલી નોકરી છોડી દીધી છે. જે અંગે કારખાનેદારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠગાઈ અને ઉચાપતનો કેસ નોંધી રત્ન કલાકાર સામે તપાસ શરૂ કરી છે.

સુરતમાં રત્ન કલાકારની હાથચાલાકી: સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા ગુરુકૃપા ડાયમંડ કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરનાર રત્નકલાકારે હીરાનો બદલો માર્યો હતો જેનો ભાંડો ફૂટતા તેને કારખાનેદારને અશબ્દ કહી નોકરી છોડી દીધી હતી. મૂળ ભાવનગરના રહેવાસી અને સુરત શહેરના લસકાણા કામરેજ વિસ્તાર ખાતે રહેતા 34 વર્ષીય હિતેશ કુંડ પુના ગામ ખાતે આવેલા ગુરુકૃપા ડાયમંડમાં છેલ્લા બે વર્ષથી સરીન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. તેની સાથે જે નોકરી કરનાર બીપીન શેલડીયા પર છેલ્લા ઘણા સમયથી હિતેશને શંકા હતી. જેથી તેને બીપીન ઉપર નજર રાખવાની શરૂઆત કરી હતી.

ઠગાઈ અને ઉચાપતની કલમ : હિતેશ જે પણ હીરા બીપીનને આપતો હતો તે હીરા જ્યારે બીપીન પરત કરતો હતો ત્યારે તેનું વજન ઓછું આવતું હતું. જોકે હીરા ઓછા રહેતા નહોતા. જેથી હિતેશને શંકા ગઈ કે બીપીન કોઈ ગોબાચારી કરી રહ્યો છે. બિપીનને જ્યારે ડાયમંડ આપવામાં આવતો હતો ત્યારે મોટી સાઈઝના હીરા અલગ કરી તેની અંદર નાની સાઈઝના તેમજ હલકી ક્વોલિટીના હીરા મૂકી દેતો હતો. આખરે સીસીટીવીમાં બીપીન દ્વારા કરવામાં આવતી આ ગોબાચારી નજર આવતા કારખાનેદારે જ્યારે તેને આ અંગે પૂછ્યું ત્યારે તેણે અપશબ્દો કહી નોકરી છોડી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે નોકરી છોડી દેનાર બીપીન શેલડીયા સામે ઠગાઈ અને ઉચાપતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવીમાં કેદ : પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.આસુરાએ જણાવ્યું હતું કે, ફરિયાદી કારખાનેદાર દ્વારા અગાઉ અરજી કરવામાં આવી હતી. જેની તપાસ બાદ રત્નકલાકાર બીપીન સામે ઉચાપત અને ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી કાચા હીરા કાઢીને તેની અંદર હલકી ગુણવત્તાવાળા નાની સાઈઝના હીરા મૂકી દેતો હતો. સોફ્ટવેર થકી જ્યારે ગણતરી કરવામાં આવી અને ગુણવત્તા ચકાસણી કરાઈ ત્યારે જાણવા મળ્યું કે બીપીને દોઢ લાખના હીરા બદલી નાખ્યા હતાં.

  1. બેભાન પિતાના અંગુઠાના નિશાન લઈ નકલી વિલ બનાવ્યું, સબ રજિસ્ટ્રાર સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
  2. Surat Crime: ચમકદાર હીરાના નામે ચાલતો કાળો કારોબાર, આરોપીઓએ કર્યો 64 મિલિયન ડોલરથી વધુનો કાંડ

ABOUT THE AUTHOR

...view details