ગુજરાત

gujarat

Fake birth certificates scam : જન્મના બનાવટી પ્રમાણપત્રોના કૌભાંડમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ, કનેક્શન બિહાર સુધી પહોચ્યું

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 7:13 PM IST

સુરત મહાનગરપાલિકા તથા કચ્છના મંગવાના ગામ પંચાયત કચેરી અને દેશના જુદા-જુદા રાજ્યોની સરકારી કચેરીઓના જન્મના બનાવટી પ્રમાણપત્રો બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેની ફરિયાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. આ કૌભાંડનું બિહાર કનેક્શન બહાર આવ્યું છે.

Surat Crime : જન્મના બનાવટી પ્રમાણપત્રોના કૌભાંડમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ, કનેક્શન બિહાર સુધી પહોચ્યું
Surat Crime : જન્મના બનાવટી પ્રમાણપત્રોના કૌભાંડમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ, કનેક્શન બિહાર સુધી પહોચ્યું

ઇકો સેલ દ્વારા સઘન તપાસ

સુરત : સુરત શહેર પોલીસની ઈકોસેલને સુરત મહાનગરપાલિકાની કચેરી તેમજ રાજ્યની ગ્રામ પંચાયતોને દેશના જુદા-જુદા રાજ્યોની સરકારી કચેરીઓના નામે જન્મના બનાવટી પ્રમાણપત્ર બનાવવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ચાલતું હોવાની માહિતી મળી હતી. જે અંગે સુરત મહાનગરપાલિકાને જન્મ મરણ કચેરીના નંબર અને સહી-સિક્કા સાથે થયેલ ચૌહાણ સુરેશ જી.કેશાજીનો જન્મ પ્રમાણપત્રની નકલની ખરાઈ કરવા અંગે પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેમાં સુરત મહાનગરપાલિકાના જન્મ મરણ કચેરીના અધિકૃત અધિકારી અમિતકુમાર રાખોલીયા દ્વારા ખરાઈ કરવામાં આવતા ચૌહાણ સુરેશજીનો જન્મ પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવા મળ્યું હતું.

હાલમાં, આરોપીને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. નકલી પ્રમાણપત્રોની વાત કરીએ તો તેમાંથી લગભગ 50થી 60 ટકા અસલી પ્રમાણપત્રો સાથે મળતા આવે છે અને અત્યાર સુધીમાં આવા કેટલા નકલી પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે અથવા કેટલા સમયથી વેબસાઈટ ચાલી રહી છે તેની તપાસ ચાલી રહી છે...વીરજીત પરમાર (એસીપી, ઇકો સેલ)

ઇકોસેલની સઘન તપાસ : ખરાઇ થતાં જ સુરત મહાનગરપાલિકા કચેરી દ્વારા સાયબર એક્સપર્ટ મારફતે આ કૌભાંડ અંગે તપાસ હાથ ધરવામાં આવતા રાષ્ટ્રવ્યાપી જન્મના પ્રમાણપત્ર ફર્સ્ટ પોર્ટલ ઓનલાઈન અને ફર્સ્ટ પોર્ટલ ડોટ કોમ ડોટ ઈનની વેબસાઈટ પરથી બનાવવામાં આવ્યું હતું. આ અંગે વધુ તપાસ કરતા જન્મ પ્રમાણપત્રના ક્યુઆર કોડ સ્કેન કરતા એક વેબસાઈટ ખુલી હતી. જેમાં સિન્ટુ સુરેશ યાદવનો ફોન નંબર મળી આવ્યો હતો. આ અંગે સુરત મહાનગરપાલિકાના જન્મ મરણ પ્રમાણપત્ર કચેરીના અધિકૃત અધિકારી અમિત રાખોલીયાએ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા આ અંગેની વધુ તપાસી ઈકોસેલના પીઆઈ એ.એસ.રાજપુતને સોંપવામાં આવી છે.

સિન્ટુના નામે રજીસ્ટર્ડ :એક જ વેબ પર જે આઈપી એડ્રેસ ઓપન થતું હતું, તે સિન્ટુના નામે રજીસ્ટર્ડ હતું જે પોર્ટલ દ્વારા પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા હતાં. તે બધાના આઈપી એડ્રેસને ટ્રેક કર્યા પછી તે ફાસ્ટ પોર્ટલ. ઓનલાઈન હોય કે ફાસ્ટ પોર્ટલ ડોટ કોમ કે સીઆરએસ વેબસાઈટ હોય, તે બધાના આઈપી એડ્રેસને ટ્રેક કર્યા પછી તે સિન્ટુહોસ્ટ પર જતી હતી. પોલીસે આ તમામ અંગે માહિતી મેળવી હતી. જેમાં સિન્ટુ યાદવ નામના વ્યક્તિના નામે ડોમેન રજીસ્ટર્ડ હતું. આ ઉપરાંત નાણાકીય લાભ મેળવવા માટે નકલી જન્મ પ્રમાણપત્રની સુવિધા પણ કરવામાં આવી છે. આ આરોપી બિહારનો હોવાનું જાણવા મળ્યું છે.

હજારોની સંખ્યામાં જન્મના પ્રમાણપત્રો બનાવાયાં : સુરત મહાનગરપાલિકામાં સાબરકાંઠાના રહેવાસી સુરેશજી કેશાજીનું જન્મ પ્રમાણપત્ર બનાવટી હોવાની માહિતી ઈકોનોમિક સેલને મળી હતી. જેના આધારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ પછી ટેકનિકલ ટીમની મદદથી સ્ટાફે કઈ વેબસાઈટ પરથી નકલી જન્મ પ્રમાણપત્ર ઈશ્યુ કર્યું? ત્યાં કેવી રીતે પહોંચવું? તેની બારીકાઈથી તપાસ કરી માહિતી મેળવી હતી. પોલીસ તપાસ દરમિયાન ચાર અલગ-અલગ વેબસાઈટ દ્વારા નકલી જન્મ-મરણ પ્રમાણપત્ર બનાવવાની માહિતી મળી હતી. જેમાં પોલીસે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈનના કોડનું વિશ્લેષણ કરતાં અન્ય વેબસાઈટ ફાસ્ટ પોર્ટલ મળી આવી હતી.portal. com.in પરથી માહિતી મળી હતી કે દેશના વિવિધ રાજ્યોમાં અને સુરત મહાનગરપાલિકાના કચ્છની મંગવાણા ગ્રામ પંચાયત કચેરીના સીએચસીના હજારો જન્મના પ્રમાણપત્રો તૈયાર કરવામાં આવ્યાં હતાં. આરોપીઓની પૂછપરછમાં ખબર પડશે કે કેટલા સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.

  1. Fake Aadhaar Card : માત્ર પાંચ હજારમાં મેળવો ભારતીય નાગરિકતા, જાણો સમગ્ર મામલો
  2. Rajkot Crime : રાજકોટમાંથી બોગસ એલસી આપવાનું કૌભાંડ ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details