ગુજરાત

gujarat

મિત્રએ મિત્રની હત્યા કરી, ચા પીતાં મિત્ર પર ચા ઢોળાઈ ગઇ હતી, ખટોદરા પોલીસે ભેદ ઉકેલ્યો - Surat Crime

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 7:55 PM IST

Updated : Apr 4, 2024, 9:03 PM IST

31મી માર્ચના રોજ સુરતના ખટોદરામાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જેમાં પોલીસ તપાસ કરવામાં આવી ત્યારે આંચકાજનક હકીકત બહાર આવી હતી. આ કેસમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે અને તેનું કારણ પણ વધુ ચોંકાવનારું છે.

મિત્રએ મિત્રની હત્યા કરી, ચા પીતાં મિત્ર પર ચા ઢોળાઈ ગઇ હતી, ખટોદરા પોલીસે ભેદ ઉકેલ્યો
મિત્રએ મિત્રની હત્યા કરી, ચા પીતાં મિત્ર પર ચા ઢોળાઈ ગઇ હતી, ખટોદરા પોલીસે ભેદ ઉકેલ્યો

આરોપી ઝડપાયો

સુરત :ચા પીતી વખતે એક મિત્રના હાથેથી બીજા મિત્ર પર ચા ઢોળાઈ ગઈ હતી. જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને આ વિવાદ વધતા મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી હતી. શરૂઆતના સમયે પોલીસે આકસ્મિત મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે પોલીસે પીએમ કરાવતા તેની હત્યા થઈ હોવાનો સામે આવ્યો હતો. આ બનાવમાં હત્યાનાં આરોપી એવા મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. ચા કપડા પર પડવાને લઈને બંને વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપી વિનોદ શાહુ દ્વારા પોતાના જ મિત્ર શંકર પટેલની પત્થર વડે હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.

બોથડ પદાર્થ મારી હત્યા : સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના બજારના ખુલ્લા પ્લોટમાં 31મી માર્ચના રોજ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. ખટોદરા પોલીસે આ સમગ્ર બનાવવામાં આકસ્મિક મોતનો ગુનો નોંધી મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ ચોકી ઉઠી હતી. કારણ કે મૃતક ના માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા થયા હોવાનું સામે આવ્યું હતું. મૃતકની હત્યા થઈ હોવાનું સામે આવતા ખટોદરા પોલીસે અજાણ્યા શખ્સ વિરોધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક મજૂરી કામ કરી ફૂટપાથ પર જ રહેતો શંકરભાઈ કંચનભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું.

ચા શંકર ઉપર ઢોળાઈ જતાં બોલાચાલી થઇ હતી : ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શંકરની હત્યા કરનાર આરોપી હાલ ખટોદરા વિસ્તારમાં જ ફરી રહ્યો છે. જે બાકીના આધારે પોલીસે બીનોદ સાહુ નામના યુવાનની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ આરોપી વિનોદે કબૂલાત કરી હતી કે બે દિવસ પહેલા તેનાથી ચા શંકર ઉપર ઢોળાઈ ગઈ હતી અને એ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ વાતની અદાવત રાખી વિનોદે શંકરને એસએમસીના ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેના માથા ઉપર બોથડ પદાર્થ મારી તેની હત્યા નિપજાવી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હાલ તો આ સમગ્ર બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

  1. સુરતમાં બહેન સાથે મિત્રનો પ્રેમસંબંધ હોવાની શંકાએ મિત્રએ મિત્રની હત્યા કરી - Surat Crime
  2. Surat Crime : ઓલપાડના જમીન દલાલ હત્યા પ્રકરણમાં મોટો ખુલાસો, મિત્રએ જ સોપારી આપી હતી, 4 આરોપીની ધરપકડ
Last Updated : Apr 4, 2024, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details