ગુજરાત

gujarat

Bhavnagar MD Drugs : ભાવનગર જિલ્લામાં SOG પોલીસની મોટી કાર્યવાહી, MD ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા-પુરુષ ઝડપાયા

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 4:02 PM IST

ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં બે મહિલાઓ પણ ઝડપાઈ છે. લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા બાદ ભાવનગર પોલીસ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ્સનું રિટેલ માર્કેટ શોધવા તેમજ ડ્રગ ક્યાંથી આવ્યું તે શોધવા માટે કામે લાગી ગઈ છે.

Etv Bharat
Etv Bharat

ભાવનગર જિલ્લામાં SOG પોલીસની મોટી કાર્યવાહી

ભાવનગર :ભાવનગર જિલ્લામાં SOG પોલીસે ડ્રગ્સને પગલે બે રેડ સફળતાપૂર્વક પાર પાડી છે. ભાલ નિરમાના પાટીયા પાસેથી કારમાંથી ડ્રગ ઝડપી લીધું, તો બીજું ડ્રગ્સ શહેરમાંથી વહેલી સવારમાં રીક્ષામાંથી ઝડપી લેવામાં આવ્યું છે. બીજા બનાવમાં બે મહિલાઓ પણ સામેલ છે. ત્યારે ડ્રગ્સ કનેક્શન અને પકડાયેલા ડ્રગ્સના પગલે પોલીસ વડાએ માહિતી પૂરી પાડી છે.

SOG પોલીસની સફળ રેડ :ભાવનગર જિલ્લા પોલીડ વડા હર્ષદ પટેલે જણાવ્યું કે, ગઈકાલના રોજ ભાવનગર જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સ કેસમાં MD ડ્રગ્સનો 339 ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સમગ્ર બનાવની વિગત પ્રમાણે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળ્યું કે ગઈકાલે સવારના સમયે ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઈસમો મુંબઈથી કે કોઈ બીજી જગ્યાએથી એમડી ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાં વેપાર કરવા માટે લાવનાર છે.

એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો : હર્ષદ પટેલે જણાવ્યું કે, બાતમીને પગલે સમય અને જગ્યા પર વોચ રાખી સવારના સમયે પાનવાડી વિસ્તારમાં એક શંકાસ્પદ રિક્ષાની તપાસ અને ત્રણ મુસાફરો અને ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવેલી. આ ચારમાંથી બે મહિલા અને રાહીલ તેમજ ડ્રાઈવર ઈબ્રાહીમ હુસેન સીદી મુંબઈથી રુ. 33.93 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો 339 ગ્રામ જેટલો જથ્થો ભાવનગર શહેર તથા આજુબાજુના ટાઉન વિસ્તારમાં કે અન્ય કોઈ જિલ્લામાં વેચવાની ફિરાકમાં હતા. રીક્ષા ડ્રાઈવર આ ત્રણમાંથી એક આરોપીના પિતાજી છે.

પોલીસ તપાસ : DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર તપાસ અત્યારે તે દિશામાં ચાલી રહી છે કે આની પહેલા આરોપીઓ કોઈ જગ્યાએથી ડ્રગ્સ લાવીને ભાવનગરમાં આપેલ છે કે કેમ ? આવડા મોટા જથ્થામાંથી એ લોકો રીટેલ કેવી રીતે વેચાણ કરે છે, એમની પાસેથી કોણ કોણ આ ડ્રગ્સનો જથ્થો લઈ જાય છે, આ તમામ દિશામાં અત્યારે હાલ ભાવનગર જિલ્લા LCB અને SOG સંયુક્ત પણે તપાસ હાથ ધરી રહી છે.

ડ્રગના બે ગુના : ભાવનગર જિલ્લામાં અલગ અલગ નાર્કોટિકના બે ગુના દાખલ થયા છે. હજુ પણ એમાં ટેકનિકલી વેલ્યુએશન સનર હ્યુમન સોર્સ કામે લગાડવામાં આવશે. આજે પકડાયેલા આઠ આરોપીની પૂછપરછ દરમિયાન આ સિવાય પણ કોઈ ગેંગ ભાવનગરમાં નારકોટિકસ ડ્રગ્સ સાથે સંકળાયેલી છે કે કેમ તથા રીટેલ બજાર અને એનું સ્કેન્ડલ કેવી રીતે ભાવનગર જિલ્લામાં વ્યાપ્ત છે એ તમામ તપાસ હાથ પર છે.

મુંબઈમાં ભાવનગર પોલીસની તપાસ :ભાવનગર DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, મુંબઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલ પૂછપરછમાં કોઈ ચોક્કસ નામ કે જગ્યાનું નામ એ લોકો બતાવતા નથી. જ્યારે પણ આરોપીને લઈને મુંબઈ અથવા તો અન્ય જે જગ્યાએ છે, એ લોકો લઈ આવે છે ત્યાં લઈ જવામાં આવશે. પછી જ પૂરતી માહિતી મળી શકે એવી શક્યતા છે.

યુવા પેઢીને ખાસ સંદેશ :DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, આજે યુવા પેઢીને ખાસ સંદેશો પહોંચાડવાનો છે કે કોઈપણ પ્રકારનું વ્યસન માણસની જિંદગી બરબાદ કરી નાખે છે. ખાસ કરી નાર્કોટીક્સ દ્રવ્યનું સેવન કરનાર વ્યક્તિના શરીર અને મનને ભારે નુકશાની થાય છે. ભાવનગર શહેરમાં અલગ અલગ હોસ્ટેલ અને કોલેજ કેમ્પસ તથા પીજીમાં રહેતા કોલેજ અથવા અન્ય નોકરિયાત લોકોમાંથી કોઈ સ્પેસિફિક આ ધંધો કરે છે કે કેમ ? તેની તપાસ ચાલુ છે. મેફેડ્રોન એમડી ડ્રગ્સની એક ગ્રામના 10,000 રૂપિયા જેટલી કિંમત હાલ બજારમાં છે. ડીએસપી કચેરી ખાતે ગુપ્ત બાતમી લોકો આપી શકે છે, જે ગુપ્ત રહેતી હોય છે.

  1. સુરત SOGએ એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપ્યા, અંદાજિત 16 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
  2. Surat Drug Crime : સુરતનો રાંદેર વિસ્તાર ડ્રગ ડીલર માટે એપી સેન્ટર, MD ડ્રગ્સનો વેપલો કરતા 3 શખ્સ ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details