ગુજરાત

gujarat

ધ્રોલ તાલુકાના 10 ગામના રાજપૂત સમાજે ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમને આપ્યું સમર્થન - Rajput community support Poonamben

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 12:02 PM IST

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજનું વર્ચશ્વ ધરાવતા 10 જેટલા ગામોના આગેવાનો દ્વારા જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. Rajput community support Poonamben

ધ્રોલ તાલુકાના 10 ગામના રાજપૂત સમાજે પૂનમબેન માડમને આપ્યું સમર્થન
ધ્રોલ તાલુકાના 10 ગામના રાજપૂત સમાજે પૂનમબેન માડમને આપ્યું સમર્થન

જામનગર: ગુજરાતમાં રાજપૂત સમાજના આંદોલનના પગલે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ માટે પ્રધાનમંત્રીના આગમન પૂર્વે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતા 10 જેટલા ગામોના આગેવાનો દ્વારા જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

ધ્રોલ તાલુકાના 10 ગામના રાજપૂત સમાજે પૂનમબેન માડમને આપ્યું સમર્થન

રાજપૂત સમાજ તરફથી રાહતના સમાચાર: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી લઈને અત્યાર સુધી રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજની માંગણીનો અસ્વીકાર કરાતા માત્ર પરશોત્તમ રૂપાલા નહીં પરંતુ ગુજરાતમાં ભાજપના તમામ ઉમેદવારોનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો, એવા સમયે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ માટે રાજપૂત સમાજ તરફથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

ધ્રોલ તાલુકાના 10 ગામના રાજપૂત સમાજે પૂનમબેન માડમને આપ્યું સમર્થન

ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે ગઈકાલે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ધ્રોલ તાલુકામાં મુખ્ય વર્ચસ્વ ધરાવતા ધ્રોલ, મોટા વાગુદડ, નાના વાગુદડ, સણોસરા, ખાખરા દેડકદડ, રોજીયા, જાબેડા, હાડાટોડા અને ખીજડીયા સહિતના 10 જેટલા ગામોના રાજપૂત સમાજના આગેવાનોએ સાંસદ પૂનમબેન માડમને સમર્થન આપ્યું છે. રાજપૂત સમાજના આગેવાનોએ સમર્થન આપતા જણાવ્યું કે, ભાજપનો વિરોધ છે એનો મતલબ એ નહીં કે, કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવું. કોંગ્રેસના ઉમેદવારને પણ રાજપૂત સમાજના આ 10 ગામના આગેવાનો અને લોકો મતદાન નહીં કરે તે બાબત જાહેર કરવામાં આવી હતી.

પુનમબેન માડમે નિર્ણયને આવકાર્યો: રાજપૂત સમાજના આગેવાનો તેમજ સાંસદ પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાજપના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટા વાગુદડ ગામે યોજાયેલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે રાજપૂત સમાજના આ નિર્ણયને આવકાર્યો હતો.

  1. કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધનની રણનીતિ દેશમાં અરાજકતા ફેલાવાની: સાબરકાંઠામાં વિપક્ષને આડે હાથ લેતા PM મોદી - pm narendra modi public
  2. વલસાડમાં ખેડૂત મતદારોને ભાજપ સરકારે ખાતામાં પૈસા નાખ્યા, ખેડૂતોનો મત ભાજપ તરફી રહેશે - lok sabha election 2024

ABOUT THE AUTHOR

...view details