ગુજરાત

gujarat

India vs England Test Cricket Match : રાજકોટમાં ફરી છવાશે ક્રિકેટ ફીવર, 15મીએ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 8:39 PM IST

આગામી 15મી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચ રમાનાર છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટ મેચના લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

India vs England Test Cricket Match : રાજકોટમાં ફરી છવાશે ક્રિકેટ ફીવર, 15મીએ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે
India vs England Test Cricket Match : રાજકોટમાં ફરી છવાશે ક્રિકેટ ફીવર, 15મીએ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે

રાજકોટ : રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચ રમાનાર છે. ત્યારે અત્યાર સુધીમાં ભારતીય ક્રિકેટ ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં બે વખત ટેસ્ટ મેચ રમી છે. આ અગાઉ વર્ષ 2016 ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચ રમી હતી. જે મેચ ડ્રો ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ મેચમાં ભારતની જીત થઈ હતી. જો કે ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ મેચમાં રનોની વરસાદ જોવા મળી હતી. જેમાં પાંચ દિવસ સુધી ચાલેલા આ મેચમાં કુલ 1457 જેટલા રન થયા હતાં.

બંને ટીમ રાજકોટમાં કરશે નેટ પ્રેક્ટિસ : રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડની શ્રેણીનો ત્રીજો ટેસ્ટ મેચ રમનાર છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ આગામી 11 તારીખના રોજ રાજકોટ ખાતે આવી પહોંચશે. બન્ને ટીમ રાજકોટ ખાતે આવ્યા બાદ ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ પણ કરશે. ત્યારે ટેસ્ટ ક્રિકેટ મેચને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. ત્યારે મેચની ટિકિટોનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે.

કઇ હોટલમાં રોકાશે : ત્યારે હોટેલ તંત્ર દ્વારા ઓન ખેલાડી માટે તૈયારીઓ શરૂ કરી છે. ભારત તેમજ ઇંગ્લેન્ડની ટીમ 12 તારીખે રાજકોટ આવશે. બન્ને ક્રિકેટ ટીમને અલગ અલગ હોટેલમાં ઉતારો આપવામાં આવનાર છે. જેમાં ભારતીય ટીમને કાલાવડ રોડ પર આવેલ સૈયાજી હોટેલ ખાતે અને ઇંગ્લેન્ડની ટીમને 150 ફૂટ રિંગરોડ પર આવેલ ફોર્ચ્યુંન હોટેલ ખાતે ઉતારો આપવામાં આવનાર છે.

ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાશે : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડની ટીમ બીજી વખત ટેસ્ટ મેચ રમનાર છે. ત્યારે રાજકોટની રનોની પીચ માનવામાં આવે છે. એવામાં ટેસ્ટ મેચમાં પણ રાજકોટમાં ચોગ્ગા છગગાંનો વરસાદ જોવા મળી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ હૈદરાબાદ ખાતે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમની હાર થઈ છે. જ્યારે હમ વિશાખપટ્ટનમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ પૂર્ણ થયા બાદ રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમનાર છે. ત્યારે રાજકોટમાં 11 તારીખથી સ્ટાર ક્રિકેટરોનું આગમન થશે. એવામાં રાજકોટમાં રમનાર મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

  1. Yashaswi Jaiswal : ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો, બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન
  2. IND Vs ENG Test Match : બીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી ઈજાને કારણે થઈ શકે છે બહાર

ABOUT THE AUTHOR

...view details