ગુજરાત

gujarat

PM Modi Ahmedabad Visit : ગાંધી આશ્રમ પુનઃનિર્માણની તક મારું સૌભાગ્ય છે - PM નરેન્દ્ર મોદી

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 2:20 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 95 મા દાંડીયાત્રા દિવસ નિમિત્તે ગાંધી આશ્રમ મેમોરિયલ માસ્ટર પ્લાનનું લોકાર્પણ કર્યું હતું. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભવિષ્યની શક્તિ અને ક્રાંતિના સ્થાન તરીકે ગાંધી આશ્રમનો વિકાસ થશે. સાબરમતી આશ્રમ હંમેશાથી અજોડ ઉર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે.

ગાંધી આશ્રમ પુનઃનિર્માણની તક મારું સૌભાગ્ય છે - PM નરેન્દ્ર મોદી
ગાંધી આશ્રમ પુનઃનિર્માણની તક મારું સૌભાગ્ય છે - PM નરેન્દ્ર મોદી

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 95 મા દાંડીયાત્રા દિવસ નિમિત્તે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધી આશ્રમ મેમોરિયલ માસ્ટર પ્લાનનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદય કુંજની મુલાકાત લીધી અને પ્રદર્શન નિહાળ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાંડીયાત્રાને યાદ કરતા કહ્યું કે, બાપુએ દાંડી કૂચની શરૂઆત કરી જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની તારીખમાં સુવર્ણ અક્ષરોમાં લખાઇ છે.

  • ગાંધી આશ્રમ પુનઃનિર્માણની તક મારું સૌભાગ્ય છે - પીએમ નરેન્દ્ર મોદી

અમદાવાદના સાબરમતી આશ્રમ પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દાંડીયાત્રાના દિવસને નવા યુગના સાક્ષી દિવસ તરીકે ગણાવતા કહ્યું કે, સાબરમતી આશ્રમની મુલાકાત લેતા સમયે હંમેશાથી સત્ય અને અહિંસાની લાગણી જાગે છે. પ્રધાનમંત્રી મોદીએ આજના અવસરે ગાંધી આશ્રમની ભૂમિ વંદના માટે તક મળી તેને પોતાના માટે સૌભાગ્યની પળ ગણાવી હતી.

અમૃત વાટિકા :અમૃત વાટિકાના વિકાસ વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે, બે કરોડથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા હતા, જળ સંરક્ષણ માટે 70,000થી વધુ અમૃત સરોવરનું નિર્માણ, હર ઘર તિરંગા અભિયાન જે રાષ્ટ્રીય ભક્તિની અભિવ્યક્તિ બની ગયું હતું. મેરી માટી મેરા દેશ અભિયાન જ્યાં નાગરિકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી.

  • અમૃત મહોત્સવ ભારત માટે અમૃતકાળમાં પ્રવેશવાનો પ્રવેશદ્વાર - પીએમ નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રીએ સાબરમતી આશ્રમને વિકસિત ભારતના સંકલ્પોનું તીર્થસ્થાન બનાવવા અમૃતકાળ દરમિયાન 2 લાખથી વધુ પ્રોજેક્ટના શિલાન્યાસનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, આઝાદી કા અમૃત કાલ કાર્યક્રમ દરમિયાન 3 કરોડથી વધુ લોકોએ પંચ પ્રાણના શપથ લીધા. ઉપરાંત ગાંધી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીજનો, સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ અને સામાજિક આગેવાનોને દેશના અમૃત મહોત્સવ અમૃતકાળના પ્રવેશદ્વાર કહ્યું હતું.

સૌના સહકારથી રચાશે, નવતર ગાંધી આશ્રમ :સામાન્ય રીતે સ્થાનિક વસાહતીઓ નવા પ્રોજેક્ટના નિર્માણમાં જમીન ખાલી કરતા નથી. પણ આશ્રમમાં વર્ષોથી રહેતા સ્થાનિક રહેવાસીઓએ જમીન સંપાદનમાં સહકાર આપ્યો હતો. પીએમ મોદીએ ગાંધી આશ્રમ વિસ્તાર 120 એકરથી ઘટીને 5 એકર થવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 63 ઇમારતોમાંથી માત્ર 36 ઇમારતો જ રહી અને માત્ર 3 ઇમારતો મુલાકાતીઓ માટે ખુલ્લી છે. સ્વતંત્રતા સંગ્રામમાં આશ્રમના મહત્વને ધ્યાનમાં રાખીને તેને સાચવવાની તમામ 140 કરોડ ભારતીયોની જવાબદારી છે.

  • ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને વારસાની જાળવણીનો માર્ગ બતાવ્યો - પીએમ નરેન્દ્ર મોદી

સાબરમતી આશ્રમે બાપુના સત્ય અને અહિંસા, રાષ્ટ્ર સેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવાના દર્શનના મૂલ્યોને જીવંત રાખ્યાં છે. ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને વારસાની જાળવણીનો માર્ગ બતાવ્યો. પીએમ મોદીએ સરદાર પટેલના નેતૃત્વમાં સોમનાથના કાયાકલ્પને ઐતિહાસિક ઘટના ગણાવી.

કેવો હશે નવો ગાંધી આશ્રમ :નવા નિર્માણ પામતા ગાંધી આશ્રમ માસ્ટર પ્લાનમાં નવી ઇમારતો, ઘરની વહીવટી સુવિધા, મુલાકાતીઓની સુવિધાઓ જેવી કે ઓરિએન્ટેશન સેન્ટર, ચરખા સ્પિનિંગ પર ઇન્ટરેક્ટિવ વર્કશોપ, હેન્ડમેઈડ પેપર, કોટન વીવિંગ અને લેધર વર્ક અને જાહેર ઉપયોગીતાઓનો સમાવેશ થાય છે. આ ઇમારતોમાં ગાંધીજીના જીવનના પાસાઓ તેમજ આશ્રમના વારસાને દર્શાવવા માટે ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને પ્રવૃત્તિઓ રાખવામાં આવશે.

ગાંધી આશ્રમ માસ્ટરપ્લાન :માસ્ટરપ્લાન ગાંધીજીના વિચારોની જાળવણી, રક્ષણ અને પ્રસાર માટે પુસ્તકાલય અને આર્કાઇવ્સ બિલ્ડિંગની પણ કલ્પના કરે છે. તે મુલાકાત લેનારા વિદ્વાનો માટે આશ્રમની લાઇબ્રેરી અને આર્કાઇવ્સનો ઉપયોગ કરવાની સુવિધા પણ ઉભી કરશે. આ પ્રોજેક્ટ એક અર્થઘટન કેન્દ્રની રચનાને પણ સક્ષમ બનાવશે જે મુલાકાતીઓને વિવિધ અપેક્ષાઓ સાથે અને બહુવિધ ભાષાઓમાં માર્ગદર્શન આપી શકે અને તેમના અનુભવને સાંસ્કૃતિક અને બૌદ્ધિક રીતે વધુ ઉત્તેજક અને સમૃદ્ધ બનાવશે.

  1. PM Modi Ahmedabad Visit : ' મેં મારા જીવનની શરુઆત રેલવેના પાટાથી કરી છે ' કહી પીએમ મોદીએ રેલવે પ્રોજેક્ટ કાર્યક્રમમાં માર્યાં ચાબખા
  2. PM Modi Ahmedabad Visit : પીએમ મોદીએ સાબરમતી રેલવે પ્રોજેક્ટ અર્પણ કર્યો, 85000 હજાર કરોડથી વધુના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટ

ABOUT THE AUTHOR

...view details