ગુજરાત

gujarat

PM Modi Road Show: પીએમ મોદી રાજકોટમાં રોડ શો કરશે, કેસરિયા રંગથી મઢાયા સ્ટેજ

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 7:24 PM IST

Updated : Feb 25, 2024, 7:27 AM IST

પીએમ મોદીના રોડ શોના રૂટમાં અલગ અલગ 20 કરતાં વધારે સ્ટેજ ઉપર કરવામાં આવ્યા છે. આ સ્ટેજને કેસરિયા રંગથી મઢવામાં આવ્યા છે. જ્યારે પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

pm-modi-will-hold-a-road-show-in-rajkot-madhyaya-stage-with-saffron-color
pm-modi-will-hold-a-road-show-in-rajkot-madhyaya-stage-with-saffron-color

પીએમ મોદી રાજકોટમાં રોડ શો કરશે

રાજકોટ:આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. તમામ પક્ષોએ અત્યારથી જ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. એવામાં પીએમ મોદી પણ રાજકોટમાં વિશાળ જનસભા યોજવાના છે. જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદીના રોડ શોના રૂટમાં અલગ અલગ 20 કરતાં વધારે સ્ટેજ ઉપર કરવામાં આવ્યા છે. આ સ્ટેજને કેસરિયા રંગથી મઢવામાં આવ્યા છે. જ્યારે પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મોદી રાજકોટના જુના એરપોર્ટથી રેસકોસ ગ્રાઉન્ડ સુધી એટલે કે 800 મીટરનો રોડ શો યોજવાના છે. જેને લઇને આ રોડ શો દરમિયાન કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે છેલ્લા બે દિવસથી રોડ શો રૂટ ઉપર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

48 હજાર કરોડના કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુર્હુત

પીએમ મોદી આજે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 48 હજાર કરોડ કરતાં વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવાના છે. વહીવટી તંત્ર દ્વારા પીએમ મોદીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ મોદીની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચુક ન રહે તે માટે 3 હજાર કરતાં વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ સાથે હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ ટ્રાફિકની સમસ્યાઓના સર્જાય તે માટે અલગ અલગ રૂટ ઉપર ફરજ બજાવશે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. એવામાં વડાપ્રધાન મોદીનો રાજકોટનો આ રોડ શો ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યો છે. જો કે રાજકોટની લોકસભા બેઠક ભાજપનો ગઢ છે એવામાં પીએમ મોદી રાજકોટમાં રોડ શો કરીને પોતાનું એક શક્તિ પ્રદર્શન યોજશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

રાજકોટથી દિલ્હી જવા રવાના થશે મોદી

પીએમ મોદી દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજકોટ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંયા લગભગ 7 વાગ્યા સુધી પીએમ મોદી અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે અને ત્યારબાદ તેઓ રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે જશે અને ત્યાંથી સીધા તેઓ દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને રાજકોટ વહીવટી તંત્ર તેમજ કોર્પોરેશન તંત્રના કર્મચારીઓની અધિકારીઓ પણ ખડેપગે જોવા મળશે. આવતીકાલે રવિવાર હોય તેમ છતાં પણ તમામ સરકારી કર્મચારીઓની રજાઓને કેન્સલ કરવામાં આવી છે. જ્યારે પીએમ મોદીનો કાર્યક્રમ સફળ બનાવવા માટે ભાજપના કાર્યકર્તાઓ પણ મહેનત કરી રહ્યા છે. એવામાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખથી વધુ કાર્યકર્તાઓ પીએમ મોદીને સાંભળવા માટે ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

  1. PM Modi Road Show: રાજકોટમાં ભવ્ય રોડ શો યોજાશે, ખુલ્લી જીપમાં વડાપ્રધાન નજીકથી જનતાને મળશે
  2. Loksabha Election 2024: સંત, સુરા અને સાવજની ભૂમિ એટલે જૂનાગઢ લોકસભા બેઠક, જાણો શું છે રાજકીય ઇતિહાસ?
Last Updated : Feb 25, 2024, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details