ગુજરાત

gujarat

રૂપાલા વિરુદ્ધ રાજપૂતો જ્યારે માર્ગો પર અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે, ત્યારે 45 રાજવીઓએ આપ્યું ભાજપને સમર્થન - Parshottam Rupala

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 10:23 PM IST

એક તરફ જ્યારે રાજપૂતો પોતાની અસ્મિતાની લડાઈ માર્ગો અને મેદાનોમાં ખુલ્લેઆમ લડી રહ્યા છે ત્યારે બંધ બારણે થયેલી રાજવીઓની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું નક્કી થઈ ગયું છે. આ ખેલ કેવી રીતે પડ્યો એ જાણવા માટે વાંચો આ અહેવાલ વિગતવાર. Parshottam Rupala Rajput Samaj Oppose 45 Rajvee Support PM Modi BJP

45 રાજવીઓએ આપ્યું ભાજપને સમર્થન
45 રાજવીઓએ આપ્યું ભાજપને સમર્થન (Etv Bharat Gujarat)

45 રાજવીઓએ આપ્યું ભાજપને સમર્થન (Etv Bharat Gujarat)

રાજકોટઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં જન સભાઓ સંબોધી છે ત્યારે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈમાં એક જબરદસ્ત યુ-ટર્ન આવ્યો છે. જે રાજવીઓએ રૂપાલા વિરુદ્ધ રાજપૂતના આંદોલનને લઈને આંદોલનના સમર્થનમાં પત્રો લખ્યા હતા, જે ટીકા-ટિપ્પણીઓ કરી હતી, તે આજે અચાનક જ ફેરવી તોળવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજવીઓની એક બેઠકમાં આજે નરેન્દ્ર મોદીના સમર્થનમમાં પત્રો પાઠવાયા છે. અચાનક જ રાજપૂત આંદોલન હવે નબળું પડવા જઈ રહ્યું હોય તેવો અણસાર આ બેઠકમાંથી જણાયો છે.

ભાજપના સમર્થનમાં પત્રોઃ ભાવનગર રાજવી પરિવાર તેમ જ કચ્છના મહારાણી સાહેબ એમણે જે રીતે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના આંદોલનમાં રાજપૂતોના સમર્થનમાં જે પત્રો લખ્યા હતા એમાં અત્યારે ફેરવી તોળવામાં આવ્યું છે. હવે આ જ રાજવીઓએ મોદીના અને ભાજપને 400થી વધુ સીટ મળે તેવા સમર્થનમાં પત્રો પાઠવ્યા છે. આજે રાજકોટના રાજવી પરિવારના સર્વેસર્વા ઠાકોરસાહેબ માંધાતાસિંહે પ્રેસ સમક્ષ આ પત્રો વાંચ્યા અને મોટેભાગે ભારતીય જનતા પાર્ટીની જે સનાતન ધર્મની, રાષ્ટ્રવાદની જે વિચારધારા છે તેને સમર્થન આપ્યું છે. તમામ રાજવી પરિવારોએ નરેન્દ્ર મોદી ફરીથી 400થી વધુ સીટોથી ચૂંટાઈ અને વડાપ્રધાન બને તેવી આશા અને ઈચ્છા વ્યક્ત કરી છે.

સરાજાહેર સમર્થનઃ રાષ્ટ્રવાદ, ધર્મવાદ, સનાતનવાદ આ જ બધું સર્વોપરી છે. કમળની ધાર્મિક પવિત્રતા સમજાવતા એક સુર સાથે આ રાજવી પરિવારોએ ભારતીય જનતા પાર્ટીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. આજે રાજવી પરિવારો સત્તાના સમર્થનમાં ખુલ્લેઆમ આવી ગયા છે, જ્યારે આમ રાજપૂત નાગરિકો રસ્તા ઉપર અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે આગામી દિવસોમાં જીત કોની થશે તેના પર રાજકીય વિશ્લેષકો અને પોલિટિકલ પંડિતો નજર જમાવીને બેઠા છે.

  1. રાજપૂત સમાજના કેટલાક આગેવાનોએ ભાજપને ટેકો જાહેર કર્યો, કમલમ્ ખાતે સીઆર પાટીલ સાથે ખાસ મુલાકાત - Kshatriya Community Protest
  2. માંડવી તાલુકા પંચાયતના ભાજપના ક્ષત્રિય સભ્યે સમાજ હિતાર્થે પક્ષમાંથી રાજીનામું આપ્યું, રુપાલા વિવાદને લીધે પગલું ભર્યુ - Parshottam Rupala Controversy

ABOUT THE AUTHOR

...view details