ગુજરાત

gujarat

Canal rescue: કેનાલમાં યુવતીને બચાવવા પડેલા બે યુવાનમાંથી એકનું મોત, એકની શોધખોળ, યુવતીને બચાવી લેવાઈ

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 3:42 PM IST

કેનાલમાં યુવતીને બચાવવા પડેલા બે યુવાનમાંથી એકનું મોત
કેનાલમાં યુવતીને બચાવવા પડેલા બે યુવાનમાંથી એકનું મોત

આજના સમયમાં યુવાનો રિલ્સ બનાવવા માટે કોઈપણ હદે ચાલ્યાં જાય છે. ત્યારે કરાઈની નર્મદા કેનાલ પાસે રિલ્સ બનાવતી સમયે એક યુવતીનો પગ લપસ્યો હતો અને કે નર્મદા કેનાલમાં પડી ગઈ હતી. આ યુવતી પાણીમાં ડૂબવા લાગતા તેના બે મિત્રો પણ પાણીમાં પડ્યા હતા.જોકે બંનેને તરતા આવડતુ ન હોવાથી બંને યુવાનો ડૂબવા લાગ્યા હતાં અને જેમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો.

ગાંધીનગર: કરાઈ નર્મદા કેનાલમાં યુવાનોને રિલ્સ બનાવી ભારે પડી છે. યુવાનો રિલ્સ બનાવવા માટે નર્મદા કેનાલ જાય છે. રિલ્સ બનાવતી સમયે એક યુવતીનો પગ લપસતા તે નર્મદા કેનાલમાં પડી ગઈ હતી. યુવતી પાણીમાં ડૂબવા લાગતા તેના બે મિત્રો પણ પાણીમાં પડ્યા હતા. બંનેને તરતા આવડતું ન હોવા છતાં તેઓ હિંમત કરીને પાણીમાં પડ્યાં હતા. યુવતીને બચાવવા ગયેલા બંને યુવકો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બે યુવાનો કેનાલમાં ડૂબ્યાઃબે યુવાનમાંથી એક પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે જેનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજા યુવાની ડેડ બોડી શોધવા માટેની ફાયર વિભાગે જહેમત ઉઠાવી. મહત્વપૂર્ણ છે કે પાણીમાં પડેલી યુવતીને સહી સલામત બચાવી લેવાય છે. પરંતુ બચાવ માટે કુદેલા બે યુવાન પાણીમાં ગરકાવ ઘરકાવ થયા છે. એક યુવક ની ડેટ બોડી મળી છે જ્યારે બીજા યુવક ની શોધ ખોળ શરૂ છે. ફાયર દ્વારા સતત બે દિવસથી યુવકની શોધવાની કામગીરી ચાલુ હોવા છતાં તેની કોઈ ભાળ મળી નથી.

યુવાનોમાં સેલ્ફીની ઘેલછાઃ યુવાનોમાં જોખમી સ્ટંટ બાજી અને સેલ્ફીની ઘેલછા સતત વધી રહી છે. કેનાલ ઉપર સોમવારે ફરવા આવેલા પાંચ મિત્રો પૈકી ત્રણ યુવાનો અને બે યુવતીઓ હતી. જેમાં એક યુવતી કેનાલના પાણીમાં લપસી પડી હતી. આ યુવતીને બચાવવા માટે બે યુવકો પાણીમાં પડયા હતા અને યુવતીને બચાવી લીધી હતી. પરંતુ બંને મિત્રો પાણીમાં ગરકાવ થઈ જતા ભારે અરેરાટી ફેલાઇ હતી.

કરાઈ કેનાલ પર પોલીસનો પેટ્રોલિંગ વધારવા માંગણીઃ કરાઈ કેનાલ ઉપર પ્રવેશ પ્રતિબંધિત હોવા છતા અમદાવાદથી આવતા કેટલાક લોકો તંત્રની ઐસીતૈસી કરીને ફોટા અને સેલ્ફી પાડવા માટે જોખમ લેતા હોવાથી મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે. આવી સ્થિતિમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે સ્થાનિક લોકોએ માંગણી કરી છે. આવી જ ઘટના આજે કરાઇ ખાતે આવેલી નર્મદા કેનાલમાં બની હતી. જેમાં બે યુવકો પાણીમાં ડુબી ગયા હતા અને પાણીમાં પડેલી એક યુવતીનો આબાદ બચાવ થયો હતો.

યુવક માટે ગ્રુપ સેલ્ફી બની જીવનની અંતિમ સેલ્ફીઃયુવક યુવતી સહિતના પાંચ લોકોના આ ગ્રૂપે કેનાલ ઉપર સેલ્ફી પાડયા હતા. કેનાલની દિવાલ ઉપર બેસીને નાસ્તો કર્યો હતો. બાદમાં એક યુવતી કેનાલના પાણીમાં લપસી પડતા બુમાબુમ કરી હતી. યુવતી પાણીમા ડુબવા લાગી હતી. જેથી તેની સાથે આવેલા મિત્રો જલકસિંહ તથા ભવ્યેશ તેને બચાવવા માટે પાણીમાં કુદી પડયા હતા. બંનેને તરતા આવડતુ ન હોવા છતા જોખમ ખેડ્યુ હતુ. યુવતીને બચાવી લીધી હતી પરંતુ તેને બચાવવા કુદેલા બંને મિત્રો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પાણી પી ગયેલી યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

રાહત અને બચાવની કામગીરીઃઆ ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને પાણીમાં ડુબેલા બંને યવાનોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જેમાંથી જલકસિંહને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ કમનસીબ તેના પ્રાણ ઉડી ગયા હતાં. જ્યારે જુનાગઢનો ભવ્યેશ નામનો યુવાન પાણીમાં ગરકાવ થઇ ગયો હતો, જે શોધ કરવા છતા મળ્યો નથી. જેની શોધખોળ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે ડભોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Drowning incident: મામાની સામે નહેરમાં ન્હાવા પડેલા બે ભાણેજ તણાયા, એકની હતી આજે પરીક્ષા

Tapi Accident: ધો.12ની પરીક્ષા આપવા જઇ રહેલી વિદ્યાર્થીઓની ગાડીને નડ્યો અકસ્માત

ABOUT THE AUTHOR

...view details