ETV Bharat / state

Tapi Accident: ધો.12ની પરીક્ષા આપવા જઇ રહેલી વિદ્યાર્થીઓની ગાડીને નડ્યો અકસ્માત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 10:38 PM IST

ધો.12ની પરીક્ષા આપવા જઇ રહેલી વિદ્યાર્થીઓની ગાડીને નડ્યો અકસ્માત
ધો.12ની પરીક્ષા આપવા જઇ રહેલી વિદ્યાર્થીઓની ગાડીને નડ્યો અકસ્માત

સોનગઢ તાલુકાના માંડળ ગામની હાઈસ્કુલના વિદ્યાર્થીઓની પીકઅપ ગાડીને અકસ્માત નડ્યો હતો, જ્યારે તેઓ ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતાં ત્યારે તેમની પિકઅપ વાનનો ચોરવડ ગામ પાસે ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 થી વધુ વિદ્યાર્થિનીઓને સામાન્ય ઇજા પહોંચી હતી.

ધો.12ની પરીક્ષા આપવા જઇ રહેલી વિદ્યાર્થીઓની ગાડીને નડ્યો અકસ્માત

તાપી: સોનગઢ તાલુકાના માંડળ ગામની હાઈસ્કુલની વિદ્યાર્થીઓની પીકઅપ ગાડીને અકસ્માત નડ્યો હતો, ઘોરણ 12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થિનીની પિકઅપ વાનને ચોરવડ ગામ પાસે ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 થી વધુ વિદ્યાર્થિનીઓ સામાન્ય ઇજા પહોંચી હતી તેથી તમામને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પિકઅપ વાનનો ચોરવડ ગામ પાસે ડમ્પર સાથે અકસ્માત
પિકઅપ વાનનો ચોરવડ ગામ પાસે ડમ્પર સાથે અકસ્માત

SSC અને HSCની પરીક્ષા આજથી શરૂ થઈ છે ત્યારે માંડલ હાઇસ્કૂલની વિદ્યાર્થીઓ 12 માં ધોરણની પરીક્ષા 15 જેટલી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પિકઅપ વાનમાં સવાર થઈ જાય રહી હતી, તે વેળાએ ચોરવડ ગામની સીમમાં આવેલ સુરત ધુલ્યા હાઇવે પર પુર ઝડપે આવેલ ડમ્પર ચાલક એ પછાડીથી ટક્કર મારતા પિક અપ વાન ડિવાઇડર પર જઈ પહોંચી હતી. સદનસીબે ઘટનામાં એક વિદ્યાર્થિનીને સામાન્ય ઇજા પહોંચતા તેને વ્યારાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તે પરીક્ષા આપવા જઈ શકી ન હતી..

ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ
ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ

સોનગઢ પોલીસના પી,એસ,ઓ ઉમેશભાઈ ભરવાડ એ જણાવ્યુ હતુ કે આવ્યું હતું કે, ઘટનામાં માંડળ હાઇ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બારમા ધોરણની પરીક્ષા આપવા જઈ હતી, ત્યારે ગફલત ભરી રીતે આવેલ ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા પીકપ વાન ડિવાઇડ પર જય પહોંચી હતી. ઘટનામાં એક વિદ્યાર્થીને બીજા પહોંચતા તેને વ્યારાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, અને ગફલત ભરી રીતે ડમ્પર ચલાવનાર વિરોધ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથે આશ્રમના સંચાલકોને આહવાન કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બસના માધ્યમથી લઈ જવામાં આવે.

  1. Gujarat Board Exam 2024 : ગુજરાત બોર્ડ પરીક્ષાઓ શરુ, પાટણમાં 14403 વિદ્યાર્થીઓએ 10માંની પરીક્ષા આપી
  2. Gujarat Board Exam : ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ, જાણો આજનું પેપર આસાન હતું કે અઘરું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.