ગુજરાત

gujarat

State Budget 2024 - 25 : નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવતા શહેરમાં ખુશીનો માહોલ

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 5:39 PM IST

નવસારી વિજલપુર નગરપાલિકાને નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવતા સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Etv Bharat
Etv Bharat

State Budget 2024 - 25

નવસારી : શહેરની વર્ષો જૂની માંગનો આજે ઉકેલ મળ્યો હોય તેમ રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટ દરમિયાન રાજ્યની આઠ પાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે. જેમાં નવસારીપાલિકાનો પણ સમાવેશ કર્યો છે. છેલ્લા અનેક વર્ષોથી રાજકીય આગેવાનો સહિત શહેરના નાગરિકોએ નવસારી નગરપાલિકાને મહાપાલિકા બને તે દિશામાં રજૂઆત અને માંગ કરી હતી. શહેરની વસ્તી ચાર લાખને આંબી ગઈ છે. તેમ છતાં પણ અત્યાર સુધી નવસારી મહાનગરપાલિકાએ માત્ર વાતો થતી હતી જેને આજે જમીની હકીકતમાં ફેરવવા રાજ્ય સરકારે પહેલું પગલું ભર્યું છે.

નવસારીની વર્ષો જૂની માંગનો આજે ઉકેલ મળ્યો આવ્યો છે. જેને લઈને નવસારીના વિકાસને એક નવો વેગ મળશે, સાથે ઉદ્યોગોને પણ નવી દિશા મળશે. જેને લઇને રોજગારીની નવી તકો ઉભી થશે.- ભુરાલાલ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ

શહેરના વિકાસમાં વેગ મળશે : આગામી લોકસભામાં ભાજપ આ જાહેરાતનો લાભ લેશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. નવસારી શહેરનું બુદ્ધિજીવી વર્ગ પણ આ નિર્ણયથી સંતુષ્ટ અનુભવી રહ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી નવસારી શહેરના સાંકડા રોડ રસ્તાઓ વિકાસને અવરોધી રહ્યા હતા. સાથે જ એક મહાનગરપાલિકાને શોભે તેવું આયોજન હવે થશે તેવી આશા શહેરીજનોને જાગી છે. અનેક વર્ષોથી સુરત અને વાપીની વચ્ચે શહેર સતત ઉપેક્ષા અનુભવતું હોય તેવી લાગણી શહેરીજનો અનુભવી રહ્યા હતા. તેની સામે હવે રાજ્ય સરકાર દ્વારા પાલિકાને મહાનગરપાલિકા થશે તેવી જાહેરાત કરતા શહેરીજનો શહેરના વિકાસને જોઈ રહ્યા છે.

નવસારી વિજલપુર નગરપાલિકાને હવે મહાનગરપાલિકા તરીકેની જાહેરાત કરવામાં આવી છે. તે નવસારી વાસીઓ માટે ખૂબ આનંદના સમાચાર છે. નવસારી શહેરમાં જ વિકાસને નવી દિશા મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે, જેને લઈને યુવાનોને નવસારી છોડીને અન્ય જગ્યાએ નોકરી ધંધા માટે જવાની જરૂર પડશે નહીં. આ બધી સમસ્યાઓનો અંત આવશે જેને લઈને યુવાનો ઘણા ઉત્સાહિત છે. - અર્જુન ચૌહાણ, સ્થાનિક

  1. Gujarat Budget 2024-25: રાજ્ય બજેટ પર પૂર્વ નાણાં પ્રધાન વજુભાઈ વાળાની પ્રતિક્રિયા, શિક્ષણક્ષેત્રે કરાયેલ ફાળવણીને મહત્વની ગણાવી
  2. Gujarat Budget 2024-25: ગુજરાત બજેટ 2024-25: નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું સંપૂર્ણ ભાષણ, વાંચો અહીં....

ABOUT THE AUTHOR

...view details