ગુજરાત

gujarat

પાટણના રણુંજ ગામમાં પરપ્રાંતીય દંપતિ સહિત ત્રણ તળાવ જોઇ નહાવા પડ્યાં, બેનાં મોત - Migrant couple drowned

By ETV Bharat Gujarati Team

Published : Apr 22, 2024, 10:51 AM IST

રવિવારે પાટણના રણુંજ ગામમાં પરપ્રાંતીય દંપતિ સહિત ત્રણ તળાવ જોઇ નહાવા પડ્યાં હતાં. જેમાં બેનાં મોત થયાં છે જ્યારે મહિલાનો બચાવ થયો છે. આજે સવારે તળાવમાંથી મહિલાના પતિની લાશ મળી આવતા પોલિસે બન્ને મૃતદેહોને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણના રણુંજ ગામમાં પરપ્રાંતીય દંપતિ સહિત ત્રણ તળાવ જોઇ નહાવા પડ્યાં, બેનાં મોત
પાટણના રણુંજ ગામમાં પરપ્રાંતીય દંપતિ સહિત ત્રણ તળાવ જોઇ નહાવા પડ્યાં, બેનાં મોત

રણુંજ ગામના તળાવમાં બની દુર્ઘટના

પાટણ : પાટણ તાલુકાના રણુજ ગામે આવેલ તળાવમાં પરપ્રાંતીય દંપતિ સાથે અન્ય એક 45 વર્ષીય યુવક તળાવમાં સાંજના સમયે નાહવા પડ્યા હતા અને એકાએક તળાવના ઊંડા પાણીમાં ડૂબતા મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને મહિલાને બચાવી લેવાઈ હતી. સ્થાનિકો દ્વારા બે પુરુષોની શોધખોળ દરમ્યાન 45 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો . ત્યાર બાદ આજે સવારે તળાવમાં મહિલાના પતિની લાશ મળી આવતા પોલિસે બન્ને મૃતદેહોને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

તળાવ જોઇ નહાવા પડ્યાં : મૂળ સિક્કિમના વતની અને છેલ્લા પાંચ મહિનાથી મહેસાણા ખાતે પોતાની પત્ની રીન્કુ તાંગા સાથે રહેતા ચેતન અરોરા કે જે મોડલિંગનું કામકાજ કરે છે. ત્યારે રવિવારે સાંજના સુમારે આ દંપતિ તેમજ અન્ય એક વ્યક્તિ મળી ત્રણેય જણા એક બાઈક પર સવાર થઈ મહેસાણાથી કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતાં. તેઓ રણુંજ ગામ પાસેથી પસાર થતા હતાં ત્યારે ગામમાં પાણી ભરેલું તળાવ જોતા બાઈક ઉપર સવાર ત્રણેય વ્યક્તિઓ નાહવા પડ્યાં હતાં.

મહિલા બહાર નીકળી શકી : દરમિયાન કોઈ ગમે કારણોસર ત્રણે જણા પાણીમાં ડૂબવા લાગતા બુમાબુમ કરી હતી. દરમ્યાન મહિલા યેન કેન પ્રકારે તળાવમાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી. પતિ સહિત અન્ય યુવક પાણીમાં ગરકાવ થતા મહિલાએ આસપાસમાંથી મદદ માગતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તળાવના પાણીમાં ઉતરી બંનેની શોધખોળ હાથ ધરી હતી.

પ્રહલાદભાઈ સુથારની લાશ મળી : આ બાબતે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક રણુજ ગામે દોડી આવ્યા હતાં અને બન્ને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પ્રહલાદભાઈ સુથારની લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ પ્રહલાદભાઈ સુથાર શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે રહેતા હતાં. જ્યારે સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનોએ મહિલાના પતિની શોધખોળ હાથ ધરી ધરી હતી. પરંતુ મોડી રાત સુધી તેની લાશ મળી ન હતી.

ચૂંટણી પ્રચારમાંથી નેતાઓ દોડી આવ્યાં : રણુજ ગામે તળાવમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા હોવાની જાણ સંખારી ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલને થતા તેઓ સભા છોડીને તાત્કાલિક રણુજ ગામ ખાતે દોડી આવ્યા હતા અને ગામ લોકો તેમજ પોલીસ સાથે ચર્ચાઓ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ડૂબેલ વ્યક્તિને બહાર કાઢવા તરવૈયાઓને કામે લગાડ્યા હતાં.

આજે સવારે મળી પતિની લાશ: આજે સવારે મહિલાના પતિની લાશ તળાવના પાણીમાં તરતી મળી આવતા ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી હતી. આ ઘટનાની પગલે પોલિસ પણ સ્થળ પર હાજર હોઈ બંને લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે.

  1. Surat News : સુરત કોર્પોરેશનના કર્મચારીનું ડુમસના દરિયામાં ડૂબી જવાથી થયું મોત, અનેક લોકોના બચાવી ચુક્યો છે જીવ
  2. પાટણ જિલ્લાના રણુંજ ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત

ABOUT THE AUTHOR

...view details