ગુજરાત

gujarat

દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે કર્યો ડોર ટુ ડોર પ્રચાર, રેલી યોજી મતદારોને રુબરુ મળ્યા - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 8:10 PM IST

કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડ દાહોદ જિલ્લાના દાહોદ સહિત આસપાસના ગામોમાં જનસંપર્ક અભિયાન કરી રહ્યા છે. જે અંતર્ગત આજે દાહોદ શહેરમાં રેલી યોજી ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો હતો. Loksabha Election 2024

રેલી યોજી મતદારોને રુબરુ મળ્યા
રેલી યોજી મતદારોને રુબરુ મળ્યા

રેલી યોજી મતદારોને રુબરુ મળ્યા

દાહોદઃ લોકસભા ચૂંટણી 2024માં દાહોદ બેઠક પર કોંગ્રેસે ડૉ. પ્રભાબેન તાવિયાડને તક આપી છે. દાહોદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લાની ત્રણેય નગર પાલિકા તેમજ અન્ય ગામોમાં ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડના મહા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ સૈયદના અધ્યક્ષ સ્થાને ઈન્ડિયા ગઠબંધનના તમામ હોદેદારો, દાહોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજેસિંગભાઈ પણદા તથા ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરોએ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

રેલીનું આયોજનઃ દાહોદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે આજે જનસંપર્ક અભિયાન અંતર્ગત દાહોદ બસ સ્ટેશન વિસ્તારથી જન સંપર્ક રેલી યોજી હતી. સ્વામી વિવેકાનંદ ચોક ખાતે રેલી પહોંચી ત્યારે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રભાબેન તાવિયાડે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ભરપોડા સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ નજીક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. મોળાકુવા એટલે કે યાદગાર ચોક થઈ નગર પાલિકા ચોક, દોલતગંજ બજાર , શ્વેતાંબર જૈન મંદિર , હનુમાન બજાર થઈને સરદાર પટેલ ચોક ખાતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

અભૂતપૂર્વ જન પ્રતિસાદઃ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ આસિફ સૈયદે જણાવ્યુ હતું કે, આજે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પદ યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બસ સ્ટેન્ડ થી લઈને પડાવ સુધી અમારા ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડ સાથે અમે ઘરે ઘરે જઈને દુકાનો સુધી જઈને રાહદારીઓનો પણ અમે સંપર્ક કર્યો હતો. લોકોએ તેમની સમસ્યાઓ જણાવી હતી એ બાબતે અમે લોકોને આશ્વાસન આપ્યું હતું અમે તમારી સમસ્યા દૂર કરીશું અને જન સંપર્ક દરમિયાન ડો. પ્રભાબેન તાવિયાડ અને જંગી બહુમતી જીતાડવા પ્રજાએ પણ અમને સાથ સહકાર આપવા કહ્યું હતું. આ રેલી દાહોદ બસ સ્ટેન્ડ થી નીકળી સ્વામી વિવેકાનંદજી સર્કલ બિરસામુડા સર્કલ જતા એ અમે એમની પ્રતિમાનો માલ્યા અર્પણ કરી યાદગાર ચોક નગરપાલિકા નેતાજી બજાર દોલતગંજબજાર હનુમાનબજાર થઈ ને પડાવમાં રેલીનું સમાપન કરાયું હતું.

  1. પરેશ ધાનાણીના નિવેદન બાદ સીઆર.પાટીલે કહ્યું કે, કોંગ્રેસ ક્ષત્રિય અને પટેલ સમાજની માંગે માફી - Paresh Dhanani Statement
  2. ગરીબ પરિવારની મહિલાઓને દર મહિનાની 1લી તારીખે 8,500 આપીશું: પાટણમાં રાહુલની 'ખટાખટ' ગેરંટી - Rahul Gandhi In Patan

ABOUT THE AUTHOR

...view details