ગુજરાત

gujarat

ખેડા લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં, મુખ્ય મુકાબલો ભાજપ કોંગ્રેસ વચ્ચે - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 9:44 AM IST

લોકસભા ચૂંટણી 2024 માટે ખેડા લોકસભા બેઠક માટે ઉમેદવારોનું ચૂંટણી ચિત્ર હવે સ્પષ્ટ થઇ ગયું છે. ખેડા લોકસભા બેઠક માટે કુલ 25 ઉમેદવારી પત્રો ભરાયાં હતાં જેમાં 12 ઉમેદવારી પત્રો માન્ય રહ્યાં છે. હવે મેદાને જંગમાં કોણ રહ્યું છે જાણો.

ખેડા લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં, મુખ્ય મુકાબલો ભાજપ કોંગ્રેસ વચ્ચે
ખેડા લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં, મુખ્ય મુકાબલો ભાજપ કોંગ્રેસ વચ્ચે

ખેડા : લોકસભા ચુંટણી 2024માં ઉમેદવારી નોંધાયા બાદ ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે સોમવારે ચૂંટણી મેદાનમાં ઉમેદવારોને લઇને ચિત્ર સ્પષ્ટ થયું છે. ખેડા લોકસભા બેઠક પર એક પણ ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું નથી. જેને લઈ હવે ખેડા બેઠક પર કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

12 ઉમેદવારી પત્રો માન્ય : ખેડા લોકસભા બેઠક પર જો કે મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી વચ્ચે રહેશે. ખેડા લોકસભા બેઠક ચૂંટણી માટે કુલ 14 ઉમેદવારોએ 25 ઉમેદવારી પત્રો ભરી ઉમેદવારી નોંધાવી હતી. જે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ રદ થવા સહિત ચકાસણીમાં કુલ 13 ફોર્મ રદ થયા હતા. જે બાદ 12 ઉમેદવારના 12 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતાં.

એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નહી :ખેડા લોકસભા બેઠક માટે ભાજપ,કોંગ્રેસ, અપક્ષ તેમજ અન્ય પક્ષો મળી કુલ 12 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા હતા. જોકે સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નહોતું. જેને લઈ ચિત્ર સ્પષ્ટ થતાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મુકાબલો રહેશે તે સ્પષ્ટ થયું છે.

ભાજપ,કોંગ્રેસ સહિત કુલ 12 ઉમેદવારો : ખેડા લોકસભા બેઠકની યોજાનાર ચુંટણી માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ઉમેદવારના નામ વિશે એક નજર કરીએ તો ભાજપ કોંગ્રેસ ઉપરાંતના પક્ષોના ઉમેદવારો જોવા મળી રહ્યાં છે.

1. દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણ - ભાજપ
2. કાળાભાઈ રઈજીભાઈ ડાભી - કોંગ્રેસ
3. અનિલ કુમાર ભાઈલાલભાઈ પટેલ - રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી
4. ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવ - બહુજન સમાજ પાર્ટી
5. કમલેશભાઈ પોપટભાઈ પટેલ - ભારતીય જન પરિષદ
6. ઈન્દીરાદેવી હિરાલાલ વોરા - ગરીબ કલ્યાણ પાર્ટી
7. ઈમરાનભાઈ બિલાલભાઈ વાંકાવાલા - રાઈટ ટુ રિકોલ પાર્ટી
8. કાદરી મોહંમદ સાબીર અનવરહુસેન - ભારતીય જન નાયક પાર્ટી
9. દશરથભાઈ હરજીવનભાઈ કાંટીયા - ન્યુ ઇન્ડિયા યુનાઈટ પાર્ટી
10. ઉપેન્દ્રકુમાર વલ્લભભાઈ પટેલ - અપક્ષ
11. પરમાર હિતેશ કુમાર પરસોતમભાઈ - અપક્ષ
12. સોઢા સંજયકુમાર પર્વતસિંહ - અપક્ષ

મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે : ખેડા લોકસભા બેઠક પર 12 ઉમેદવારો મેદાનમાં છે. જો કે તેમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી વચ્ચે રહેશે.એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડા લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો કબજો છે.ત્યારે ભાજપ બેઠક પર કબજો ટકાવી રાખવા અને કોંગ્રેસ બેઠક પરત મેળવવા એકબીજા સામે કડી ટક્કર લેશે.

  1. ખેડા લોકસભા બેઠક પર કોંગી ઉમેદવાર કાળુસિંહ ડાભીએ નામાંકન ભર્યું, શક્તિસિંહ ગોહિલે લીધી ઉડતી મુલાકાત - Lok Sabha Election 2024
  2. અમે 400 નો લક્ષ્યાંક પાર કરીશું અને કોંગ્રેસના ઉમેદવાર ડિપોઝિટ ગુમાવશે : દેવુસિંહ ચૌહાણ - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details