ગુજરાત

gujarat

સ્કૂટર ધીમે ચલાવવાનું કહેતા એસિડ એટેક કર્યો, ભુજમાં નજીવી બાબતે 9થી વધુ લોકોને હોસ્પિટલ ભેગા થવું પડ્યું - Kutch Crime News

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 10:00 PM IST

ભુજમાં સ્કૂટર સ્પીડમાં ન દોડાવવા મામલે ઠપકો આપતા એસિડ વડે હુમલો કરાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 8થી વધારે શખ્સોએ નિર્દોષ પરિવાર પર એસિડ એટેક કર્યો હતો. લોકોના ટોળાએ એસિડ ફેંકયા બાદ ધોકા-પાઇપ વડે પરિવારજનો પર હુમલો પણ કર્યો હતો. 9થી વધુ ઘાયલોને જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. Kutch Crime News

સ્કૂટર ધીમે ચલાવવાનું કહેતા એસિડ એટેક કર્યો
સ્કૂટર ધીમે ચલાવવાનું કહેતા એસિડ એટેક કર્યો

સ્કૂટર ધીમે ચલાવવાનું કહેતા એસિડ એટેક કર્યો

ભુજઃ સરપટ નાકા વિસ્તારમાં લગ્ન પ્રસંગના માહોલમાં એસિડ એટેક જેવી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. સ્કૂટર સ્પીડમાં ના ચલાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં મારામારી થયા બાદ આરોપીઓએ જે ઘરમાં લગ્ન પ્રસંગ થવાનો હતો ત્યાં જઈને એસિડ જેવા પદાર્થ વડે હુમલો કર્યો અને ધોકા,પાઈપ, કુહાડી વડે મહિલાઓ સહિતના પરિવારજનોને માર માર્યો હતો.

આજે અમારા પરિવારજનો પર નજીવી બાબતે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મારા ભાઈ, 3 ભત્રીજા, બનેવી, ભાભી અને પત્ની પર 7થી 8 લોકોએ એસિડ હુમલો કરેલ છે. ઘરમાં લગ્ન છે તો સ્પીડમાં વાહનો ન હંકારો તેવું કહેતા ખત્રી પરિવારના લોકો ઉશેકરાયા હતા અને ઘરે જઈને લોખંડના પાઇપ, ધારિયા, ધોકા અને ડોલ તેમજ પ્લાસ્ટિકના જગમાં એસિડ લઈ આવીને હુમલો કર્યો હતો. અમારા પરિવારના 17થી 42 વર્ષ સુધીના લોકો હુમલામાં ઘાયલ થયા છે...તાહીર ભટ્ટી(પીડિતોના પરિવારજન, ભુજ)

પોલીસ ફરિયાદઃઆ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આદમ અજીજ ખત્રી, અજીજ ખત્રી તથા ઈબ્રાહીમ અજીજ ખત્રી, સતાર ખત્રી તથા તેમની સાથે આવેલ 4થી 5 અજાણ્યા લોકો સામે ઈ.પી.કો. કલમ 326(A), 324, 323, 294(ખ), 506(2), 143, 147, 148, 149 તથા જીપી એક્ટ 3-135 મુજબ એક સાથે મળી ગેરકાયદેસર રીતે મંડળી રચી લાકડાના ધોકા અને લોખંડની ટોમી જેવા હથિયારો સાથે પરીવારના સભ્યો ઉપર એસિડથી હુમલો કરી માર-મારી શરીરે નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચાડી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તેમજ જિલ્લા કલેકટરના હથિયાર બંધીના જાહેર નામાનો ભંગ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ઠુમ્મર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. Surat Crime: સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે મિત્રો ઉપર એસિડ એટેક, એક આરોપીની ધરપકડ
  2. Acid Attack: બસ્તરમાં લગ્ન સમારોહમાં એસિડ હુમલો, વર-કન્યા સહિત 12 લોકો ઈજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details