ગુજરાત

gujarat

Rashtriya Balika Divas : જૂનાગઢ કોર્પોરેશન જનરલ બોર્ડનું સંચાલન કરતી બાળકીઓ, રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 9:00 PM IST

આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરતાં જૂનાગઢ કોર્પોરેશનમાં આગવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. આજે જૂનાગઢની શાળામાં અભ્યાસ કરતી બાળકીઓએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંચાલન કરીને અનોખી રીતે બાલિકા દિવસની ઉજવણી કરી હતી.

Rashtriya Balika Divas : જૂનાગઢ કોર્પોરેશન જનરલ બોર્ડનું સંચાલન કરતી બાળકીઓ, રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
Rashtriya Balika Divas : જૂનાગઢ કોર્પોરેશન જનરલ બોર્ડનું સંચાલન કરતી બાળકીઓ, રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

અનોખી રીતે બાલિકા દિવસની ઉજવણી

જૂનાગઢ : આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યારથી 24મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે જૂનાગઢની શાળામાં અભ્યાસ કરતી બાળકીઓએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંચાલન કરીને અનોખી રીતે બાલિકા દિવસની ઉજવણી કરી હતી.

રાષ્ટ્રીય બાલિકા દિવસની માહિતી આજે 24મી જાન્યુઆરી સમગ્ર રાષ્ટ્રમાં બાલિકા દિવસની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યારથી ભારતમાં 24મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ છે.

બાલિકાઓ દ્વારા જનરલ બોર્ડનું સંચાલનઆ અનુસંધાનમાં આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાધારણ સભાનું સંચાલન જૂનાગઢ શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી બાળકીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત શાળાની બાળકીઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડનું સંચાલન કરતી હોય તેવી ઐતિહાસિક ઘટના બાલિકા દિવસની ઉજવણીમાં આજે જૂનાગઢમાં જોવા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરથી લઈને સામાન્ય કર્મચારી સુધીની તમામ જવાબદારીઓ આજે બાળકીઓએ નિભાવી હતી.

મેયર કમિશનરના રોલમાં બાળકીઓ: આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની વિશેષ ઉજવણીમાં જૂનાગઢ શહેરની શાળામાં અભ્યાસ કરતી બાળકીઓએ કમિશનર મેયર નાયબ મેયર કોર્પોરેટર વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેશનમાં અધિકારીની જવાબદારી નિભાવતી તમામ જગ્યા પર આ બાળકીઓએ આજે જનરલ બોર્ડનું સંચાલન કર્યું હતું. ખૂબ જ કુનેહપૂર્વક કોર્પોરેટર દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબો એકદમ સરળતાથી આપ્યા હતાં. જે રીતે સામાન્ય દિવસોમાં જૂનાગઢ કોર્પોરેશનની સાધારણ સભાનું સંચાલન થતું હોય છે, બિલકુલ તેવી જ રીતે આ બાળકીઓએ પ્રથમ પ્રયત્ને જૂનાગઢ કોર્પોરેશનના જનરલ બોર્ડનું સંચાલન કરીને બાલિકા દિવસની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.

બાળકીઓએ આપ્યો પ્રતિભાવ: આજના દિવસે જૂનાગઢના મેયર તરીકેની જવાબદારી નિભાવનાર ઈમરનઝહા બાબીએ મેયર બનવાના અનુભવને ઈ ટીવી ભારત સાથે વર્ણવ્યો હતો. અગાઉ તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી જાણકાર હતી, પરંતુ મેયર જેવા પદ પર બેસીને જૂનાગઢના લોકોની સુખાકારી માટે કઈ રીતે કામ કરી શકાય તેનો આજે જાત અનુભવ પણ મેળવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે આજના દિવસે પ્રત્યેક મહિલાએ નોકરી કે અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની સાથે રાજકારણમાં પણ ખૂબ જ દ્રઢતા સાથે પ્રવેશ કરવો જોઈએ. રાજકારણના પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓએ તેમની મક્કમ દાવેદારી નોંધાવી જોઈએ. જેથી ભારત વર્ષમાં મહિલા સશક્તિકરણને ખૂબ જ વેગ મળી શકે.

તો બીજી તરફ કોર્પોરેટર બનેલી ફૈની જીવાણીએ પણ તેમનો અભિપ્રાય આપ્યો હતો અને જણાવ્યું હતું કે અત્યાર સુધી કોર્પોરેશનમાં જે કામગીરી થાય છે તે માત્ર સાંભળી હતી. પરંતુ આજે તેણે પોતે કોર્પોરેટર બનીને પ્રજાના સવાલો ઉઠાવ્યા છે તે ખરેખર તેના માટે આજનું આ સ્મરણ જીવનભરનું સંભારણું બની રહેશે.

તો બીજી તરફ ચેરમેન તરીકેની જવાબદારી નિભાવતી દ્રષ્ટિએ પણ ખૂબ જ કુનેહપૂર્વક કોર્પોરેટર દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબો જનરલ બોર્ડ અને ખાસ કરીને કમિશનર અને મેયરને સંતુષ્ટિ થાય તે પ્રકારે આપીને પ્રથમ જ પ્રયત્ને જાણે કે એક ઘડાયેલા રાજકારણી કે પદાધિકારી જવાબ આપતા હોય તે રીતે જનરલ બોર્ડનું સંચાલન કરીને આજના બાલિકા દિવસને ખૂબ જ વિશેષ બનાવ્યો હતો.

  1. Budget 2024-25: કેન્દ્રીય બજેટના ઈતિહાસની રોચક માહિતી વિશે જાણો વિગતવાર
  2. Budget 2024-25: જૂનાગઢના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ આગામી બજેટ સંદર્ભે રજૂ કર્યા પ્રતિભાવો, પૂરાંતવાળું બજેટ આવકાર્ય

ABOUT THE AUTHOR

...view details