ગુજરાત

gujarat

Gujarat ATS: ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાનો 3 વર્ષથી નાસતો ફરતો આરોપી ગુજરાત ATSએ ઈન્દોરથી ઝડપ્યો

By ETV Bharat Gujarati Team

Published : Mar 20, 2024, 7:04 PM IST

અત્યંત ચકચારી એવા ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના આરોપીને ઈન્દોરમાંથી ઝડપી લેવામાં ગુજરાત ATSને સફળતા મળી છે. આ આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસની પહોંચથી દૂર હતો. ગુજરાત ATSએ આ સમગ્ર ઓપરેશન મધ્ય પ્રદેશ ATSની મદદથી પાર પાડ્યું હતું. Gujarat ATS

ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાનો 3 વર્ષથી નાસતો ફરતો ઝડપાયો
ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાનો 3 વર્ષથી નાસતો ફરતો ઝડપાયો

ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાનો 3 વર્ષથી નાસતો ફરતો ઝડપાયો

અમદાવાદઃ ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાનો આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસ પહોંચથી દૂર હતો. ગુજરાત ATSએ મધ્ય પ્રદેશ ATSની મદદથી ઈન્દોરના ખીજરાણા વિસ્તારમાં ઓળખ બદલીને રહેતા આરોપીને ઝડપી લીધો. આરોપી ઈરફાન ખીજરાણાના શુભ લાભ ટાવરમાં રહેતો હતો. તે સલૂન ચલાવતો હતો જ્યારે તેની પત્ની બ્યુટી પાર્લર ચલાવતી હતી.

શું છે સમગ્ર મામલો?:ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા રાજકીય અદાવતના કારણે કરવામાં આવી હતી. ઘટના સમયે હિરેન મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યો હતો. આ સમયે કારથી કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ હત્યાનું કાવતરું દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિત કટારાએ ઘડ્યું હતું. હત્યા સોપારી આપીને કરવામાં આવી હોવાનો આરોપ છે. જેમાં મુખ્ય કાવતરાખોર ઈમરાન ગુડાલાનું નામ સામે આવ્યું હતું. તેણે અમિત કટારા પાસેથી સોપારી લીધી અને મોહમ્મદ સમીર, સજ્જન સિંહ ઉર્ફે કરણ, ઈરફાન, અજય સાથે મળીને હત્યાને અંજામ આપ્યો.

કેવી રીતે ઝડપાયો ઈરફાન?: ગુજરાત ATSએ ગુડાલાની હરિયાણામાંથી ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ મહિધરપુરના ઈરફાનનું નામ સામે આવ્યું હતું. ગુજરાત એટીએસની ટીમે મોબાઈલ સર્વેલન્સના આધારે દરોડો પાડતા આરોપી ઈરફાનની ધરપકડ કરી હતી. જેમાં મધ્ય પ્રદેશ ATSના ઈન્દોર યુનિટની મદદ લેવામાં આવી હતી.

આરોપીએ ગુનો કબૂલી લીધોઃ આરોપી ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના ગુન્હામાં શકમંદ હોઈ ગુજરાત ATS ખાતે સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછમાં તેણે પોતાનું નામ મોહમ્મદ ઈરફાન બીસ્તી હોવાનું અને ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના ગુનામાં સામેલ હોવાનું સ્વીકારી લીધું છે.

આરોપી મૂળ ઉજ્જૈનનો હતો, જો કે હિરેન પટેલની હત્યાના અન્ય આરોપીઓ ઝડપાઈ જવાની ખબર મળતા તેણે પોતાનું રહેવાનું ઈન્દોરના ખીજરાણા વિસ્તારમાં બદલી કાઢ્યું હતું. અહીં તે સલૂન ચલાવતો હતો અને તેની પત્ની બ્યુટી પાર્લર ચલાવતી હતી. જેમાં મળેલ બાતમી મધ્ય પ્રદેશ ATS સાથે શેર કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશ ATSના ઈન્દોર યુનિટની મદદથી ગુજરાત ATS દ્વારા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે... હર્ષ ઉપાધ્યાય(ડીવાયએસપી, એટીએસ)

  1. Gujarat ATS Operation : ગેરકાયદે ખનીજ ચોરી કરતાં 6 આરોપી હથિયારોના જથ્થા ઝડપાયાં, ગુજરાત એટીએસની કાર્યવાહી
  2. વડોદરા ઝડપાયેલા ડ્રગ્સના આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજુર કરાયા

ABOUT THE AUTHOR

...view details