ગુજરાત

gujarat

NDPS ACT : સોરઠમાંથી પકડાયેલા ડ્રગ્સના આરોપીને દેહાંત દંડની સજા થઈ શકે

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 3:06 PM IST

Updated : Feb 27, 2024, 9:33 PM IST

22 ફેબ્રુઆરીની મધ્યરાત્રીએ સોમનાથ પોલીસે વેરાવળ બંદર પરથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ પ્રકારે સોરઠ વિસ્તારના દરિયાકાંઠામાં પ્રથમ વખત એનડીપીએસ અંતર્ગત ગુનો થયો છે. અગાઉ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ સોરઠ દરિયાકાંઠા વિસ્તારમાંથી ક્યારેય પકડાયું ન હતું.

NDPS ACT : સોરઠમાંથી પકડાયેલા ડ્રગ્સના આરોપીને દેહાંત દંડની સજા થઈ શકે
NDPS ACT : સોરઠમાંથી પકડાયેલા ડ્રગ્સના આરોપીને દેહાંત દંડની સજા થઈ શકે

દેહાંત દંડની સજા થઇ શકે

ગીર સોમનાથ/જૂનાગઢ :સોરઠના દરિયાકાંઠામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો ડ્રગ્સનો પ્રથમ મોટો જથ્થો પકડાયો હતો. સોમનાથ પોલીસે 22મી ફેબ્રુઆરીની મધ્ય રાત્રે માછીમારીની બોટમાં રેડ કરીને તપાસ કરતા તેમાંથી 25 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તો આ જ બોટમાંથી 25 કિલો જેટલું ડ્રગ્સ વાહન મારફતે અન્ય મોકલવામાં આવી રહ્યું હતું, જેને પણ પોલીસે પકડી પાડીને સોરઠના દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરીનો પ્રથમ વખત આટલો મોટો જથ્થો પકડી પાડીને યુવાધનને બરબાદ કરવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો.

પહેલીવાર મોટો જથ્થો ઝડપાયો : સોરઠના દરિયાકાંઠા વિસ્તારમાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનું ડ્રગ્સ અગાઉ એક સાથે ક્યારેય પકડવામાં આવ્યું ન હતું. પોલીસ અને ખાનગી બાતમીદારોની સમય સૂચકતાને પગલે ડ્રગ્સનો આ જથ્થો યુવાનો સુધી પહોંચે તે પહેલાં જ તેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

આ પ્રકારના ગુનામાં સજાની જોગવાઇ :એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી વેરાવળ બંદર પરથી આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા એનડીપીએસ એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી થઈ રહી છે. વધુમાં રાજ્યની એટીએસ પણ સમગ્ર મામલામાં તપાસમાં જોડાય છે. ત્યારે એનડીપીએસ એક્ટ અંતર્ગત કોઈ પણ આરોપી નશીલા પદાર્થના હેરાફેરીમાં સામેલ જોવા મળે તો તેને પ્રથમ વખતના ગુનામાં 10 વર્ષ કે આજીવન કેદની સાથે 10 લાખ રૂપિયાના દંડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. બીજી વખત આ જ પ્રકારના ગુનામાં સામેલ કોઈ પણ વ્યક્તિને દેહાંત દંડની સજા પણ ફટકારી શકાય તેવી જોગવાઈ થયેલી છે. વધુમાં એનડીપીએસ એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિ કસૂરવાર સાબિત થાય તો તેમને કાયદા મુજબ નિર્ધારિત કરેલી લઘુત્તમ સજાથી દેહાંત દંડ સુધીની સજા પણ થઈ શકે છે.

આરોપી મામો બીજી વખત આરોપી :ડ્રગ્સ કાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોડાયેલા જોવા મળે છે. મૂળ જામનગર જિલ્લાનો અને હાલ આફ્રિકામાં રહીને વેરાવળ બંદર પર ડ્રગ્સ મંગાવનાર મામો અગાઉ માળીયા મીયાણા વિસ્તારમાં પણ આ જ પ્રકારે ડ્રગ્સ મંગાવીને તેની ડિલિવરી કરવાના ગુનામાં આરોપી જાહેર થયો છે. જે બે વખત ડ્રગ્સ મંગાવવામાં પોલીસ ચોપડે આરોપી છે. જો તે પોલીસ પકડમાં આવી જાય તો તેને એનડીપીએસ એક્ટ અંતર્ગત નશીલા પદાર્થોની હેરાફેરી અને મંગાવવાના ગુનામાં દેહાંત દંડની સજા પણ કાયદાની જોગવાઈ અનુસાર થઈ શકે છે.

  1. Veraval Drug Case : વેરાવળ ડ્રગ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા, ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું ?
  2. Veraval Drugs Case: સોમનાથ પોલીસની વેરાવળ ડ્રગ્સ કેસમાં સફળતાને બિરદાવતા રાજ્ય પોલીસ વડા
Last Updated :Feb 27, 2024, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details