ગુજરાત

gujarat

Gujarat Board Exams Start : વિકસિત ભારત 2047 સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણનું મહત્વનું યોગદાન, કુબેર ડીંડોરની શુભેચ્છા

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 6:48 PM IST

આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ ગાંધીનગરમાં આવેલી કડી હાઇસ્કુલની મુલાકાત લીધી હતી. કુબેર ડીંડોરે વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી. 15.39 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Gujarat Board Exams Start : વિકસિત ભારત 2047 સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણનું મહત્વનું યોગદાન, કુબેર ડીંડોરની શુભેચ્છા
Gujarat Board Exams Start : વિકસિત ભારત 2047 સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણનું મહત્વનું યોગદાન, કુબેર ડીંડોરની શુભેચ્છા

વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા

ગાંધીનગર : ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ આગામી આજથી શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટમાં કુલ 16,76,739 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

બોર્ડ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ : શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં મોનિટરિંગ માટે કરવામાં આવ્યો છે. ગાંધીનગર શિક્ષણ ભવનમાં કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી અને અધિકારીઓ કંટ્રોલરૂમ પરથી સતત પરીક્ષાનું મોનિટરિંગ કરી રહ્યા છે. દરેક ક્લાસરૂમનું મોનિટરિંગ કરવામાં આવશે. દરેક ક્લાસ રૂમને સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે. સરકારે બોર્ડ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

બંને શિક્ષણ મંત્રીઓએ શાળાની મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી :શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને ગાંધીનગરમાં આવેલી કડી હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. કડી સેન્ટરના 200 બ્લોકમાં 600 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓને પેન અને પેડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

પાટા એપ્લિકેશનથી પ્રશ્નપત્રોના બોક્સ ટ્રેક કરવામાં આવશે : રાજ્યમાં કોઈ પણ જગ્યાએથી બોર્ડનું પેપર ફૂટે નહીં તે માટે રાજ્ય સરકારે વ્યવસ્થા ઉભી કરી છે. પાટા એપ્લિકેશન દ્વારા પેપર બોક્સનું જીપીએસ મોનિટરિંગ થશે. પ્રશ્નપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, શાળા અને બ્લોક સુધી સીલબંધ રીતે પહોંચે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે શિક્ષણ બોર્ડે ખાસ પ્રયાસો કર્યા છે.

બોર્ડના વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના : શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે સરકારે વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યા હતા. સરકારના આ પ્રયાસોને કારણે ધોરણ 1થી 8માં સો ટકા વિદ્યાર્થીઓ શાળાએ નોંધાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકેલી યોજના આગળ ધપાવી રહી છે. આ બજેટમાં સરકારે શિક્ષણ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 50,000 સુધીની સ્કોલરશીપ મળશે. વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન માટે નવો સરસ્વતી વિજ્ઞાન સાધના સ્કોલરશીપ શરૂ કરાઇ છે.

ધોરણ 10 બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ પસંદ કરે છે. 80 ટકા વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં અને 20% વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે છે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ જાય તે માટે નમો સાધના યોજના શરૂ કરવામાં આવી છે. આયોજન અંતર્ગત ધોરણ 10 માં 50 ટકાથી વધુ મેળવનાર વિદ્યાર્થીને ધોરણ 11 12 સાયન્સમાં રૂ. 25,000 નવો સરસ્વતી વિજ્ઞાન સાધના સ્કોલરશીપ આપવામાં આવશે...કુબેર ડીંડોર (શિક્ષણ મંત્રી)

દેશના આર્થિક વિકાસમાં શિક્ષણનું મહત્વનું યોગદાન : તેમણે કહ્યું કે દેશના આર્થિક વિકાસમાં શિક્ષણનું મહત્વનું યોગદાન છે. દેશ ઇકોનોમીના કદની દ્રષ્ટિએ 11માં સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યો છે. આગામી થોડા વર્ષોમાં પાંચમા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચશે. ત્યારે દેશના આર્થિક વિકાસમાં વિદ્યાર્થીઓનો મહત્વ પૂર્ણ યોગદાન રહેશે. નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047 ના સંકલ્પમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

  1. SSC EXAM 2024 : આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષા શરુ, ઉપલેટામાં પરીક્ષાર્થીઓને પંચામૃત પ્રસાદી આપીને આવકાર્યા
  2. Gujarat Board Exam 2024 : ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું અનોખું સ્વાગત કરાયું

ABOUT THE AUTHOR

...view details