ગુજરાત

gujarat

ગાંધીધામ નજીક હેરાઈન ડ્રગ સાથે એક શખ્સ ઝડપાયો, બે આરોપી વોન્ટેડ - Kutch heroin drug

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 3:33 PM IST

ગાંધીધામ પોલીસ SOG દ્વારા કચ્છ જિલ્લામાં ડ્રગનો વેપલો કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસ ટીમે 32 લાખની કિંમતના હેરાઈન ડ્રગના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

ગાંધીધામ નજીક ડ્રગ સાથે એક શખ્સ ઝડપાયો
ગાંધીધામ નજીક ડ્રગ સાથે એક શખ્સ ઝડપાયો

કચ્છ :કચ્છમાં ફરી એકવાર માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે એક શખ્સને ગાંધીધામ SOG એ ઝડપી પાડયો છે. પોલીસની ટીમે બાતમીના આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ પાસેના પુલિયા પાસે એક આરોપીને ગેરકાયદેસર રીતે હેરોઈનના 64.20 ગ્રામનો જથ્થો વેચાણ અર્થે લઈ આવતા ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છમાં ડ્રગ વેપલો :આગામી લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર અને વેપારની પ્રવૃતિ કરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કાર્યરત છે. તેમજ ગેરકાયદેસર રીતે માદક પદાર્થના પરિવહનના કેસ શોધી કાઢવા મળેલી સૂચનાના આધારે ગાંધીધામ SOG ટીમ પેટ્રોલીંગમાં હતી.

એક આરોપી ઝડપાયો :આ દરમિયાન મળેલી બાતમીના આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ પર આવેલ એ. વી. જોષી કંપનીના પુલિયા પાસે સિકંદરાબાદ ટિમ્બર વર્કસ સામેના સર્વિસ રોડ પર સિમરનજીતસિંઘ ધરમસિંઘ સિંબે નામનો પંજાબી વ્યક્તિ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટ માદક પદાર્થ હિરોઈનનો જથ્થો વેચાણ અર્થે લઈ આવ્યો છે.

32 લાખનું ડ્રગ :ગાંધીધામ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે રેઈડ કરી આરોપીના કબ્જામાંથી રુ. 32.10 લાખના હેરોઇનના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ આરોપી વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ, 1985 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2 આરોપી વોન્ટેડ :ગાંધીધામ પોલીસ SOG દ્વારા હિરોઈનનો જથ્થો વેચાણ અર્થે લાવેલા આરોપી પંજાબના તરનતારનના 32 વર્ષીય સિમરનજીતસિંઘ ધરમસિંઘ સિંબેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પંજાબના જ આરોપી રાહુલ જેને સિમરનજીતસિંઘને હિરોઇનનો જથ્થો વેચાણ માટે આપ્યો હતો તથા ગાંધીધામના જ અન્ય આરોપી નિરજ ઉર્ફે પંડિત ઓમપ્રકાશ તિવારી બંને આરોપીઓ હજી પકડવાના બાકી છે.

પોલીસ કાર્યવાહી :ગાંધીધામ SOG પોલીસે આરોપીના કબજામાંથી રુ. 32.10 લાખની કિંમતનો 64.20 ગ્રામ માદક પદાર્થ હેરોઈનનો જથ્થો, રુ.10 હજારની કિંમતનો મોબાઈલ અને રોકડ મળીને કુલ 32,20,470 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

  1. Kutch Drug : કચ્છમાં ડ્રગરુપી દાનવનું ઉત્પાદન ? કરોડોના મુદ્દામાલ સાથે દંપતી ઝડપાયું
  2. Patan Crime News: પાટણ એસઓજીએ સિદ્ધપુર નજીકથી 8 લાખની કિંમતનું હેરોઈન ઝડપ્યું

ABOUT THE AUTHOR

...view details