ગુજરાત

gujarat

સુરતમાં ગરમીનું પ્રમાણ વધતા વાયરલ સહિતની બીમારીના કેસો વધ્યાં, સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો - SMC Health Department

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 3:23 PM IST

સુરતમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ગરમીનું પ્રમાણ વધતા વાયરલ સહિત અન્ય કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.

સુરતમાં ગરમીનું પ્રમાણ વધતા વાયરલ સહિતની બીમારીના કેસો વધ્યાં, સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
સુરતમાં ગરમીનું પ્રમાણ વધતા વાયરલ સહિતની બીમારીના કેસો વધ્યાં, સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો

જનતાને અપીલ

સુરત : ભીષણ ગરમી વચ્ચે પારો 40 ડિગ્રી નજીક પહોંચ્યો છે અત્યારે સુરત શહેરમાં તાપમાનમાં વધારો થતા રોગચાળો પણ વધી રહ્યો છે. જેના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ઓપીડીમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. વાયરલ ઇન્ફેક્શન વાયરલ સહિત ગેસ્ટ્રોની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે અને તેના જ કે સૌથી વધારે ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે.

કેસોમાં નોંધપાત્ર વધારો : વહેલી સવારથી જ દર્દીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારથી નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. મારે ગરમી ન કારણે રોગચાળો વધ્યો છે. દર્દીઓની સંખ્યા જોઈ સરકારી હોસ્પિટલમાં પણ તકેદારીના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી છે સાથે લોકોને તડકામાં ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રોજે 2000થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે : સરકારી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ માર્ચ મહિનામાં 74000 જેટલા કેસ ઓપીડીમાં નોંધાયા હતા. જેમાંથી 15000 કેસ માત્ર મેડિસિન વિભાગમાં નોંધાયા છે. સતત વધી રહેલા તાપમાનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં રોજે અઢી હજારથી પણ વધુ દર્દીઓ અલગ અલગ ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે.

બપોરના સમય ઘરની બહાર ન નીકળો : નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર દ્વારા જનતાને અપીલ કરતાં જણાવાયું હતું કે, છેલ્લા ઘણા સમયથી સુરતમાં તાપમાન વધ્યું છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવનાર દિવસ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. જેથી લોકોને ખાસ તકેદારી રાખવી જરૂરી છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવર સહિત પેટમાં દુખાવો સહિત ઉલટી અને ગળા તેમજ નાકમાં દુખાવો સંબંધિત ફરિયાદો આવી રહી છે. જેથી લોકોને અપીલ કરવામાં આવે છે કે જો જરૂર ન હોય તો બપોરના સમય ઘરની બહાર ન નીકળે સાથે સૌથી વધુ પાણી પીવે.

  1. આગ ઝરતી ગરમીથી પ્રાણીઓ થયા પરેશાન, સુરત મનપાએ કરી વિશેષ વ્યવસ્થા - Summer 2024
  2. ટીબીના દર્દીઓ સમયસર નિદાન અને સારવારથી સાજા થઈ શકે છે - World Tuberculosis Day 2024

ABOUT THE AUTHOR

...view details