ગુજરાત

gujarat

Lok Sabha Election 2024: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શુભાંગિની યાદવે સુરતની મુલાકાત દરમિયાન ભરૂચ બેઠકને લઈને આપ્યું નિવેદન, જુઓ વીડિયો

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 5:42 PM IST

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શુભાંગિની યાદવ લોકસભા ચૂંટણીની તૈયારીઓને અંતર્ગત સુરત ખાતે આવ્યા હતા. આ દરમિયાન ઈટીવી ભારત સાથે તેમને વાતચીત કરતા જણાવ્યું હતું કે ભરૂચમાં ભલે 'આપ' પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા હોય પરંતુ સિમ્બોલ અત્યાર સુધી આપ્યું નથી, કોંગ્રેસના ઉમેદવાર અંગે ચર્ચા થશે.

congres-national-spoke-person-shubhangini-yadav-visited-surat-talked-about-bharuch-loksabha-2024-chaitar-vasava-loksabha-candidate
congres-national-spoke-person-shubhangini-yadav-visited-surat-talked-about-bharuch-loksabha-2024-chaitar-vasava-loksabha-candidate

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શુભાંગિની યાદવ લોકસભા ચૂંટણીની તૈયારીઓને અંતર્ગત સુરત ખાતે આવ્યા

સુરત:લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શુભાંગિની યાદવ આજે સુરત આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ ચારે બાજુથી લોકોની અપેક્ષાઓ પર નિરાશા પુરવાર થયો છે. ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ લોકસભાની 26માંથી 26 બેઠકો જીતી શકશે નહીં. કોંગ્રેસ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર બેસીને જીતી રહી છે કારણ કે આ વખતે જનતા પોતે જ પરિવર્તન ઈચ્છે છે. 10 વર્ષથી લોકોમાં રોષ છે તેમને અપમાનિત કરવામાં આવ્યા છે.

ETV Bharat સાથે ખાસ વાતચીત શુભાંગિની યાદવએ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યું છે. તેને લઈ જણાવ્યું હતું કે, માત્ર યુપીએ ગઠબંધનની શા માટે વાત કરવામાં આવે છે. અત્યાર સુધી એનડીએ દ્વારા પણ ઉમેદવાર કોણે બનાવવામાં આવશે અને ટિકિટ વહેંચણીને લઈ હજુ સુધી સ્પષ્ટ નથી. વાત જ્યારે ભરૂચની થાય ત્યારે તો આ અંગે વરિષ્ઠ નેતાઓ ચર્ચા કરશે ભલે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હોય પરંતુ સિમ્બોલ હજી સુધી તેમને આપવામાં આવ્યું નથી. જ્યાં સુધી સિમ્બોલ નહીં મળી જાય ત્યાં સુધી તે માન્ય પણ નથી.

સાથે તેઓએ જણાવ્યું હતું કે, પોતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને સોનિયા ગાંધી દ્વારા રાજ્યસભા નામાંકન કરવામાં આવ્યું છે જેનું સ્વાગત અમે કરી રહ્યા છે. આખો જીવન આ પાર્ટી માટે સમર્પિત કર્યું છે. સોનિયા ગાંધી રાજ્યસભામાં ગયા છે તે માટે તેમને શુભકામનાઓ. કોંગ્રેસ લોકતાંત્રિક પાર્ટી છે અહીં લોકતંત્રના પ્રમાણે જે ચયન થાય છે. જો રાયબરેલી થી ચૂંટણી લડવાની ઈચ્છા પ્રિયંકા ગાંધીને હશે તો ચોક્કસથી તેઓ પડશે તો કોંગ્રેસ સાથે જ છે. રાહુલ ગાંધીની યાત્રાને લઈ તેઓએ જણાવ્યું હતું કે જે રીતે અમે સમર્થન જોઈ રહ્યા છે. સ્પષ્ટ થાય છે કે મોહબ્બતની દુકાન ખુલતી જઈ રહી છે.

  1. PM Modi visit Rajkot : સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ થશે, જાણો શું છે ખાસિયત
  2. Delhi excise scam case : દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં કોર્ટમાં ઓનલાઇન હાજર રહ્યાં અરવિંદ કેજરીવાલ, કઇ મુદત પડી જૂઓ

ABOUT THE AUTHOR

...view details