ગુજરાત

gujarat

રાજાશાહી વખતના આ પુલ પર આખરે ભારે વાહનો માટે લાગ્યો પ્રતિબંધ, જાણો કારણ... - Ban for heavy vehicles

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 10:49 PM IST

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં મોજ નદી પર આવેલો ગોંડલ સ્ટેટ વખતનો આશરે 100 વર્ષ કરતા પણ વધારે જુના પુલ પર ભારે વાહનો માટેનો પ્રતિબંધ ફરમાવાયો છે. શા માટે જાણો આ વિસ્તૃત અહેવાલમાં...

Etv Bharat
Etv Bharat

મોજ નદી પર બનેલા રાજાશાહી વખતના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

રાજકોટ: ઉપલેટા શહેરની મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના અંદાજિત 100 વર્ષ કરતા પણ વધારે જુના રાજાશાહી વખતના પુલના નિરીક્ષણ બાદ રાજકોટ જીલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. આ પુલનું ગત દિવસોમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા સ્ટેબીલીટી અને નિરીક્ષણના રિપોર્ટ બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.

મોજ નદી પર બનલે રાજાશાહી વખતનો પૂલ

કેમ ભારે વાહનો માટે પ્રતિબંધઃ આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટીયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના 100 વર્ષ કરતા પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ અહીં હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવેલ હતું. જેથી આ બ્રિજને રાજકોટ કલેકટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે જેથી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મોજ નદી પર બનેલો રાજાશાહી વખતનો પૂલ

ભારે વાહનો માટે અવર-જવર બંધઃ પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ધોરાજીની તા 20 માર્ચ 2024ની દરખાસ્તથી ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાગનાથ ચોકથી ધોરાજી હાઇવે તરફ જતા રસ્તામાં મોજ નદી ઉપર રાજાશાહી વખતના આશરે 100 વર્ષ જુના પુલનો સ્ટેબિલીટી અને નીરીક્ષણ રીપોર્ટ શ્રી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી સુરત દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં તેઓના તા. 25 જાન્યુઆરી 2024ના રિપોર્ટ મુજબ આ બ્રીજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રકો, ટ્રેઇલર્સ, ટેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાઇવર્ટ કરવા તેમજ બ્રિજના સમારકામ-સ્ટ્રેન્થનીંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મીની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવ્યું હતું. જે અન્વયે મોજ નદી ઉપરના મેશનરી આર્ચ બ્રિજ ઉપરથી હેવી વ્હીકલની અવર-જવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હોય જેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવા જણાવ્યું છે.

ભારે વાહનો માટે રાજકોટ જિલ્લા કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ

તંત્રએ શરૂ કરી કામગીરીઃ ઉપલેટા શહેરમાં નાગનાથ ચોકથી પુર્વ દિશા તરફ ધોરાજી શહેર તરફ જતા રસ્તા ઉપર મોજ નદી ઉપર આવેલ બ્રિજ ભારે વાહનોનાં આવન-જાવન પરનાં પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા પરથી બ્રીજનું સમારકામ/સ્ટ્રેન્થનીંગ કામ પુર્ણ થયા બાદ લાઇટ મોટર વ્હીકલ પ્રકારનાં વાહનો આવન-જાવન કરી શકશે તેવું પણ કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે જેથી આ બ્રિજ ઉપર જરૂરી દિશાસુચક સાઈન બોર્ડ ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકાએ લગાવવાના રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

મોજ નદી પર બનેલો રાજાશાહી વખતનો પૂલ

જાહેરનામાના ભંગ બદલ દંડઃ આ અંગે બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા જણાવાયું છે કે, રાજકોટ જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ફ અને બ) અન્વયે મળેલ સતાની રૂએ ઉપલેટા શહેરમાં નાગનાથ ચોકથી પુર્વ દિશા તરફ ધોરાજી શહેર તરફ જતા રસ્તા ઉપર મોજ નદી ઉપર આવેલ બ્રિજ ઉપર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર બનશે.

  1. Leopard movement: ઉપલેટાના હરિયાસણ ગામે દીપડાએ દેખા દીધી, લોકોમાં ભય
  2. Upleta Toll Plaza Case Updates: ઉપલેટા ટોલ પ્લાઝા કેસમાં વળાંક, બદનામ કરવાને ઈરાદે પો. ફરિયાદ થઈ હોવાના આક્ષેપ કરાયા

ABOUT THE AUTHOR

...view details