ગુજરાત

gujarat

AMTS Double Decker Bus : અમદાવાદમાં નવલું નજરાણું, ત્રણ દાયકા બાદ દોડશે AMTS ડબલડેકર બસ

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 1:53 PM IST

અમદાવાદના માર્ગો પર ત્રણ દશકા બાદ ડબલડેકર બસ દોડતી નજરે પડશે. અમદાવાદ મનપા દ્વારા 7 ડબલ ડેકર ઈલેક્ટ્રીક A.C બસ ખરીદવાનો નિર્ણય લેવાયો છે. જેમાં આજે વાસણા-ચાંદખેડા વચ્ચે ડબલ ડેકર AMTS બસને મેયર પ્રતિભા જૈનને લીલી ઝંડી આપી હતી.

Etv Bharat
Etv Bharat

અમદાવાદ :વર્ષ ત્રણ દાયકા પહેલા AMTS કાફલામાંથી ડબલ ડેકર બસ દૂર કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર અમદાવાદ શહેરના માર્ગો પર ડબલ ડેકર બસ દોડતી નજરે પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 3 ફેબ્રુઆરી શનિવારના રોજ વાસણા-ચાંદખેડા વચ્ચે ડબલ ડેકર AMTS બસને મેયર પ્રતિભા જૈનને લીલી ઝંડી આપી હતી.

ડબલ ડેકર ઈલેક્ટ્રીક AC બસ : અગાઉ વર્ષ 1985માં AMTS કાફલામાંથી ડબલડેકર બસ દૂર કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે ફરી શરુ કરેલી ડબલ ડેકર બસ અત્યાધુનિક છે. આ બસમાં નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60 જેટલા મુસાફરોની ક્ષમતા છે. અમદાવાદ મનપા દ્વારા 7 ડબલ ડેકર ઈલેક્ટ્રીક A.C બસ ખરીદવાનો નિર્ણય લેવાયો છે. જોકે હાલ માત્ર એક બસ શરુ કરાઈ છે.

ગાંધીનગરમાં ડબલ ડેકર બસ :મકરસંક્રાંતિના પાવન દિવસે ગાંધીનગરમાં નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગરથી અમદાવાદ જતા મુસાફરોને તાજેતરમાં જ ડબલડેકર એસી ઇલેક્ટ્રિક બસની સુવિધા રાજ્ય સરકાર તરફથી મળી હતી. પરંતુ બીજા જ દિવસે બસ રસ્તામાં ખોટકાઇ જતા મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો અને નવી સર્વિસની લીરેલીરા ઉડ્યા હતા.

  1. AMC Draft Budget : 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, પાંચ બાબતોને મહત્ત્વ અપાયું
  2. Ahmedabad News: ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી 20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ, મુખ્ય પ્રધાને ક્રિકેટની મજા માણી

ABOUT THE AUTHOR

...view details