ગુજરાત

gujarat

કચ્છના સફેદ રણમાં શ્રીકૃષ્ણ રંગે રંગાયા, ભક્તો સંગ હોળી રમતી AI તસવીરો થઈ વાયરલ - Lord Krishna Playing Holi AI Images

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 12:09 PM IST

Updated : Mar 25, 2024, 12:28 PM IST

ટેકનોલોજીની આ 21મી સદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધતો જાય છે. દેશના સૌથી મોટા કચ્છના સફેદ રણમાં ભગવાન શ્રીકૃષ્ણની મિત્રો સાથે હોળી રમતી AI તસવીરો વાયરલ થઈ રહી છે. જાણો કોણે બનાવી આ તસવીરો ?

શ્રીકૃષ્ણની હોળી રમતી AI તસવીરો
શ્રીકૃષ્ણની હોળી રમતી AI તસવીરો

કચ્છ:આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યા બાદ લોકો પોતાની ઈચ્છા મુજબ ધારે તેવી તસવીરો અને વીડિયો બનાવી શકે છે. જેમાં ખાસ કરીને લોકોને કંઈ પ્રકારના ફોટો કે વિડીયો જોઈએ છે જેમાં લોકેશન, વ્યક્તિઓ જેવા ઇનપુટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપવામાં આવે તે રીતે વિવિધ તસવીરો અને વિડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવીને આપે છે. ત્યારે AIની મદદથી ભગવાન શ્રી કૃષ્ણની હોળી રમતી તસવીરોની અનોખી પરિકલ્પનાને સાર્થક કરવામાં આવી છે.

શ્રીકૃષ્ણની હોળી રમતી AI તસવીરો

AIથી દૈવી કલાત્મકતા,આધ્યાત્મિકતા અને સર્જનાત્મકતાનું સંમિશ્રણ

જો ભગવાન શ્રી કૃષ્ણ કચ્છના સફેદ રણમાં પોતાના મિત્રો સાથે રંગબેરંગી ગુલાલની છોળો ઉડાડી ધુળેટી ઉજવતા હોય તો કેવું ચિત્ર આંખ સમક્ષ તરી આવે. તે AIની મદદથી સાર્થક કરવામાં આવ્યું છે. દૈવી કલાત્મકતા કુદરતી વૈભવને મળે છે તેવો આભાસ તસ્વીરમાં જોઈ શકાય છે. કલ્પના કરો કે કચ્છના સફેદ રણમાં ભગવાન કૃષ્ણ એક મંત્રમુગ્ધ રંગોળી બનાવે છે. જેમાં આધ્યાત્મિકતા અને સર્જનાત્મકતાના સંમિશ્રણનો અનુભવ થાય છે.

શ્રીકૃષ્ણની હોળી રમતી AI તસવીરો

કચ્છના સફેદ રણમાં શ્રીકૃષ્ણ રંગે રંગાયા

કચ્છના યુવક ડાયાલાલ વ્યાસે ભક્તો સંગ ભગવાન શ્રી કૃષ્ણ ધુળેટી રમતા હોય તેવી તસવીર AI દ્વારા બનાવી છે. હોળી ધૂળેટીના પર્વ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં જાણે ભક્તો સંગ કૃષ્ણ કનૈયા રંગે રમતા હોય અને થનગનાટ કરતા હોય તેવા દ્રશ્યો તૈયાર કરવામાં આવ્યા છે.ભગવાન શ્રીકૃષ્ણ અને ખેલૈયાઓની મનમોહક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

શ્રીકૃષ્ણની હોળી રમતી AI તસવીરો
  1. મુલતાની માટીમાં હોળીની મોજ માણતાં સુરતીઓ તો ખાખી પણ હોળીના રંગમાં રંગાઈ, ગરબે ઝુમીને કરી હોળીની ઉજવણી - Holi Celebration 2024
  2. સુરતના ઓલપાડમાં હોળી દહન બાદ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા - Walking On Burning Embers In Holi
Last Updated :Mar 25, 2024, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details