ગુજરાત

gujarat

Vande Bharat Train: યાત્રી ગણ કૃપિયા ધ્યાન દે... અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ, દ્વારકા જવું સહેલું

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 9:27 PM IST

પશ્ચિમ રેલવેની મુસાફરોની સુવિધા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદેશ્યથી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણો આ ટ્રેન વિશે વિસ્તારથી વિસ્તૃત માહિતી...

અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ
અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ

અમદાવાદ: મુસાફરોની સુવિધા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદેશ્યથી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન નંબર 22962 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ 2024 થી રવિવાર સિવાય દરરોજ અમદાવાદથી 06:10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નની દિશામાં ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ, 2024 થી રવિવાર સિવાય દરરોજ મુંબઈ સેન્ટ્રલથી 03.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 09:25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

ઓખા સુધી લંબાવાઈ ટ્રેન: આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ સૌરાષ્ટ્રની રેલવે કનેક્ટિવિટીને વધુ સુવિધાજનક બનાવી છે તે, રીતે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓને મોટી રાહત અને સુવિધા પુરી પાડી છે, તે અંતર્ગત ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ, 2024 થી મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે 06:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12:40 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે, રિટર્નની દિશામાં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 માર્ચ, 2024 થી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઓખાથી ઉપડશે અને તે જ દિવસે રાતે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

ટ્રેન નંબર 22961/22962 ની બુકિંગ અને વિસ્તૃત ટ્રેન નંબર 22925/22926 ની બુકિંગ 12 માર્ચ, 2024થી તમામ પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર થશે. સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરોને રેલવેની આધિકારીક વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈ ને અવલોકન કરવાનો અનુરોધ કરાયો છે.

  1. 'યાત્રી કૃપિયા ધ્યાન દે': પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં આવતીકાલથી વધારાના 4 કોચ ઉમેરાશે
  2. Gir Somnath News : આ સમય પહેલાં સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થવાની શક્યતા પર મુકાયું પૂર્ણવિરામ

ABOUT THE AUTHOR

...view details