BZ કૌભાંડ મામલો: '6000 કરોડના કૌભાંડનો આંકડો ચાર્જશીટમાં નથી' : વકીલ
CID ક્રાઇમ તપાસ બાદ 6000 કરોડના કૌભાંડનો આંકડો ચાર્જશીટમાં લાવી શકી નથી. CID ક્રાઇમે માત્ર 172 કરોડનો આંકડો સામે લાવી છે.
Published : March 27, 2025 at 7:31 AM IST
અમદાવાદ: Bz કૌભાંડ મામલે રોજ નવા નવા સમાચાર સામે આવતા હોય છે. આ દરમિયાન આરોપી ભુપેન્દ્ર ઝાલાના વકીલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, CID ક્રાઇમે નનામી અરજી ઉપર 6000 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધી છે. પરંતુ સાબિત કરી શકી નથી.
Bz કૌભાંડ મામલે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત પકડાયેલા કુલ આઠ આરોપીઓ સામે અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ 22000 પેજની છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 250 પેજની પુરવણી ચાર્જશીટ પણ થયેલ છે. આ ચાર્જશીટમાં 650 કરતા વધુ શાહેદો છે. ધરપકડ કરાયેલા અને પાંચ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ બાકી છે. જેમાં કિરણ ચૌહાણ, નરેશ પ્રજાપતિ વિનોદ પટેલ, ગુણવંતસિંહ રાઠોડ, કમલેશ ચૌહાણનો સમાવેશ થાય છે. હજુ પણ આ કેસમાં 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
Bz કૌભાંડની તપાસમાં અત્યાર સુધી 11,183 રોકાણકારોનું કુલ 423 કરોડ રોકાણ સામે આવ્યું છે. ઉપરોક્ત રોકાણ અને રોકાણકારો પૈકી 6866 રોકાણકારોના 172.60 કરોડ ચૂકવવાના બાકી છે.
આ મુદ્દે ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલ વિરલ પંચાલે જણાવ્યું હતું કે, CID નનામી અરજીના આધારે ભુપેન્દ્રસિંહ ઝાલાએ 6000 કરોડ રૂપિયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ખુદ CID ક્રાઇમ તપાસ બાદ 6000 કરોડના કૌભાંડનો આંકડો ચાર્જશીટમાં લાવી શકી નથી. CID ક્રાઇમે માત્ર 172 કરોડનો આંકડો સામે લાવી છે. જે રકમ પણ ડિફોલ્ટ નથી. પરંતુ ખાતા ફ્રીઝ થવાથી નાણા ચૂકવવાની બાકી છે .વળી 172 કરોડ પર સાચો આંકડો નથી. કારણ કે તેમાં વ્યાજની ગણતરી કરવામાં આવી નથી.
તેમજ આ ચાર્જશીટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે, બીઝેડ હિંમતનગર ખાતે ઓફિસથી બે ચોપડામાં 52 કરોડનો હિસાબ મળે છે. આરોપીઓ 50 લાખથી વધુ રોકાણ ઉપર માસિક ચાર ટકાનું વ્યાજ આપવાની લાલચ આપતા હતા. કુલ આરોપીઓ પૈકી દસ આરોપીઓ દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના છે. તેઓ અવારનવાર મીટીંગો કરીને રોકાણકારો સાથે છેતરપિંડી કરવા કાવતરું કરતા હતા. બીઝેડ અને અલગ અલગ જિલ્લામાં આવશે 14 જેટલી ઓફિસ આવેલી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાની અલગ અલગ ઓફિસમાં કુલ 51 વ્યક્તિઓ નોકરી કરતા હતા અને 100 થી 300 રૂપિયાના બીઝેડ ફાઈનાન્સિયલ સર્વિસના નામે કુલ 12.518 સ્ટેમ્પ પેપરની ખરીદી કો-ઓપરેટીવ બેંકમાંથી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: