અમદાવાદ: BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સીઆઈડી ક્રાઈમ પોલીસ મથક ગાંધીનગર ખાતે નોંધાયેલી ફરિયાદના આધારે BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પહેલા પકડાયેલા સાત આરોપીઓ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કુલ 22000 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 250 પેજની પુરવણી કરવામાં આવી છે.
આ ચાર્જશીટ ફાઈલ થયા બાદ મોટાભાગના આરોપીઓએ જામીન અરજી મૂકી હતી, જે પૈકી અત્યાર સુધીમાં અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટે 6 આરોપીઓની જામીન અરજીને રિજેક્ટ કરી દીધી છે, જેમાં વિશાલ સિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આશિક ભરથરી,સંજય સિંહ પરમાર, રાહુલકુમાર રાઠોડ, રણવીર સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.
BZ કૌભાંડ મામલે સતત ઇન્વેસ્ટીગેશન કરવામાં આવી રહી છે. આ કૌભાંડની તપાસમાં અત્યાર સુધીમાં 11183 રોકાણકારોનું કુલ 423 કરોડ જેટલું રોકાણ સામે આવ્યું છે. આ રોકાણ અને રોકાણકારો પૈકી 6866 રોકાણકારોના 172.60 કરોડ ચુકવવાના બાકી છે. અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટ સમક્ષ સપોર્ટ ફાઇલ કરવામાં આવી છે.
આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે, સમગ્ર કેસની તપાસ ચાલુ હોવાથી આરોપીઓને જામીન ના આપી શકાય. આની સાથે BZ કૌભાંડનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ આજે ગુંજ્યું હતો.
Bz કૌભાંડના આરોપીઓ સામે આક્ષેપ છે કે, આરોપી વિશાલ સિંહ ઝાલાએ કુલ 117 રોકાણકારો પાસેથી 5.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું. ભુપેન્દ્રસિંહ ઝાલાના બેંક ખાતાથી વિશાલસિંહ ઝાલાના બેંક ખાતામાં કુલ 19.77 લાખ રૂપિયા જમા થયા હતા. બીજા આરોપી દિલીપસિંહ સોલંકીએ કુલ પાંચ આઈડી દ્વારા 33 રોકાણકારોના 47.5 લાખનું રોકાણ કરાવ્યું હતું, આરોપીએ કુલ 1.2 કરોડ જેટલી રકમ રોકડ ઉઘરાવેલ હોવાના પુરાવો મળ્યા છે.
આરોપી આશિક ભરથરીએ 10 રોકાણકારો ફુલ રોકાણ કરાવી કુલ 1.80 લાખનું કમિશન મળ્યું હતું. આરોપીએ કેશથી 44.98 લાખની લેવડ દેવડ કરી છે. તેને આંગડિયા પેઢી દ્વારા આશરે આઠ લાખની લેવડદેવડ કરી છે.
આરોપી સંજય સિંહ પરમાર1.71 કરોડ જેટલી રોકાણ કરાયું હતું આરોપીએ 1.56 કરોડ જેટલી કેશ પણ ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે. તેના બેંક ખાતામાં 4.54 લાખ જમા હતા તેને આંગડિયા દ્વારા 59.45 લાખના વ્યવહારો કર્યા હતા.
આરોપી રાહુલ સિંહ રાઠોડે કુલ 47 રોકાણકરોના 40.75 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ 17.40 લાખના કેસના વ્યવહારો કર્યા હતા. તેના બેંક ખાતામાં 10.91 લાખ રૂપિયા જમા થયા હતા.
આરોપી રણવીર સિંહ ચૌહાણ કુલ 302 રોકાણકારો પાસેથી 5. 98 કરોડનું રોકાણ કરાવ્યું હતું, તેના બેંક ખાતામાં કુલ 13 લાખ રૂપિયા જેટલા જમા છે.
આ પણ વાંચો: