ગુજરાત

gujarat

Navsari News: નવસારી જિલ્લામાં દારૂબંધીના લીરા ઉડ્યા, લગ્ન પ્રસંગમાં બિયરના ટીન સાથે નાચતા યુવાનનો વીડિયો વાયરલ

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2024, 2:11 PM IST

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે અને પોલીસ ચોપડે તેની કડક અમલવારી પણ કરવામાં આવી રહી છે , પરંતુ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેશમાં ગામે દારૂબંધીના લીરેલીરા ઉડાડતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

લગ્ન પ્રસંગમાં  બિયરના ટીન સાથે નાચતા યુવાનનો વીડિયો વાયરલ
નવસારી જિલ્લામાં દારૂબંધીના લીરા ઉડ્યા

નવસારી જિલ્લામાં દારૂબંધીના લીરા ઉડ્યા

નવસારી:જલાલપુર તાલુકાના વેસમા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેના તાલે યુવાનો નાચી રહ્યા હતા. આ દરમિયાન એનિમલ ફિલ્મમાં બોબી દેઓલની સ્ટાઈલમાં માથા પર બિયરનું ટીન મુકીને કેટલાંક યુવાનો નાચતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માથા ઉપર બિયરનું ટીન મૂકી નાચતા નાચતા અને બિયરના ઘુટડાં ભરતો આ વીડિયો સામે આવતા ગુજરાતમાં કડક દારૂબંધીની અમલવારી થતી હોવાના લીરેલીરા ઉડ્યા છે. જોકે, ઈટીવી ભારત આ વીડિયોની પુષ્ટી કરતું નથી. જ્યારે વાયરલ વીડિયોમાં ડીજેના તાલે નાચતા યુવાનોના ટોળામાં જલાલપુર તાલુકા પંચાયતના સભ્યો મિનેષ પટેલ પણ આ વીડિયોમાં નજરે ચડ્યા હતા.

દારૂબંધી માત્ર કાગળ પર: મહત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં કેટલાંય એવા જિલ્લાઓ છે જ્યાંથી અવાર-નવાર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતો આવ્યો છે. બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી કરી રહ્યાં છે, ત્યારે લગ્ન પ્રસંગમાં દારૂની કે બિયરની છોળો ઉડવી એ હવે કોઈ નવાઈની વાત રહી નથી, પરંતુ પોલીસની ઢીલી નીતિના કારણે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં ક્યારેક ફાવી પણ જતાં હોય છે.

પોલીસ શું કરશે કાર્યવાહી: જાહેર લગ્ન પ્રસંગમાં માથા ઉપર બિયરનું ટીન મૂકી નાચતા યુવકનો વીડિયો વાયરલ બાદ હવે નવસારી ગ્રામ્ય પોલીસ કેવા પ્રકારના પગલા ભરે છે તે જોવું રહ્યું.

  1. Gujarat Police: 'હું વલસાડ પોલીસમાં છું', કારમાં દારૂની ખેપ મારવા નીકળેલો પોલીસકર્મી વાસદ ટોલ પ્લાઝા પાસે ઝડપાયો
  2. Rajkot News: સટ્ટોડિયા સલવાયા, ઓનલાઈન સટ્ટો રમાડતા 3 શખ્સોની પોલીસે કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details