ગુજરાત

gujarat

ગિરનારને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવા ભવનાથ તળેટીમાં શરૂ કરાઈ વિશેષ ચેકપોસ્ટ - free from plastic pollution

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 9:47 PM IST

Updated : Apr 22, 2024, 8:34 PM IST

ગિરનાર પર્વતને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવા માટે નવું અભિયાન શરૂ થયું છે, અશોક શિલાલેખ પાસે ખાસ ચેકપોસ્ટ ઉભી કરીને અહીંથી પસાર થતા પ્રત્યેક વાહન અને વ્યક્તિઓ પાસે રહેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક દૂર કરીને ગિરનારને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત રાખવાનું અભિયાન શરૂ કર્યું છે.

ગિરનારને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવા ભવનાથ તળેટીમાં શરૂ કરાઈ વિશેષ ચેકપોસ્ટ
ગિરનારને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવા ભવનાથ તળેટીમાં શરૂ કરાઈ વિશેષ ચેકપોસ્ટ

ગિરનારને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવા ભવનાથ તળેટીમાં શરૂ કરાઈ વિશેષ ચેકપોસ્ટ

જુનાગઢ: ગિરનાર પર્વત અને અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત રાખવા માટે અભિયાન શરૂ થયું છે ભવનાથ તળેટીમાં અશોક શિલાલેખ પાસે ગિરનારને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત રાખી શકાય તે માટેની ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે. અહીં તમામ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિકને યાત્રિકો પાસેથી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં મનપાના કર્મચારીઓ કડક અમલ કરી રહ્યા છે.

ગિરનારને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવા ભવનાથ તળેટીમાં શરૂ કરાઈ વિશેષ ચેકપોસ્ટ

વહીવટી તંત્રનું કડક પગલું: ગિરનાર પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બને તે માટે રાજ્યની વડી અદાલત પણ આકરી બની છે સમગ્ર મામલામાં સુનાવણી ચાલી રહી છે તેની વચ્ચે હવે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ગિરનાર પર્વત અને સમગ્ર ગિરનાર અભયારણ્યને પ્લાસ્ટિક મુક્ત કઈ રીતે રાખી શકાય તે માટેના પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.

ગિરનાર પર્વતને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવા માટે નવું અભિયાન

પ્લાસ્ટિક પર પ્રતિબંધ: ગિરનાર પર્વત પર જવાની સીડીના માર્ગ પર વન વિભાગ દ્વારા ખાસ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, અહીંથી પણ પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકના ઝબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક દૂર કરવાની કામગીરી શરૂ થાય છે.

ગિરનાર પર્વત પર જવાની સીડીના માર્ગ પર વન વિભાગ દ્વારા ખાસ ચેકપોસ્ટ બનવાઈ

વધુમાં ગિરનાર પર્વત પર નાના ધંધાર્થીઓ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓમાં કોઈપણ વસ્તુનું વેચાણ ન કરી શકે તેમજ પીવાના પાણી માટે ટેટ્રાપેક અને કાચની બોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઠંડા પીણા વેફર બિસ્કીટના રેપર સહિત તમામ ચીજ વસ્તુઓ કે જેના પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે આવી તમામ ચીજ વસ્તુઓ ગિરનારમાં વેચાણ કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  1. Plastic Free Campaign: ગિરનાર પરિસરમાં પ્લાસ્ટિક ફ્રી અભિયાન, નવી વ્યવસ્થા માટે વેપારીઓ અને પ્રવાસીઓની માંગણી
  2. ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના કારણે પાણીને લઈને ભારે મુશ્કેલી, તંત્ર દ્રારા અન્ય વિકલ્પ ઉભો ન કરાતાં સાધુ સંતોએ વ્યક્ત કર્યો આક્રોશ
Last Updated : Apr 22, 2024, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details