ગુજરાત

gujarat

ETV Bharat / sports

RCB vs PBKS : આજની મેચમાં કોહલી હાઈએસ્ટ રન સ્કોરર બનશે કે ચહલ હાઈએસ્ટ વિકેટ ટેકર?

IPL 2025 ની 34મી મેચમાં આજે RCB vs PBKS વચ્ચે ટક્કર થશે, પંજાબ સામે વિરાટનું ફોર્મ છે, પણ યાન્સન પાસે કોહલીને રોકવાનો એક રસ્તો છે.

RCB vs PBKS
RCB vs PBKS (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : April 18, 2025 at 12:32 PM IST

બેંગલોર:શુક્રવાર, 18 એપ્રિલ ના રોજ IPL 2025 ની 34 મી મેચમાં યજમાન રોયલ ચેલેન્જર બેંગલોરની ટક્કર પંજાબ કિંગ્સ સામે બેંગલોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. બંને ટીમો હાલ સારા ફોર્મમાં ચાલી રહી છે, અને 6 માંથી 4-4 મેચ જીતીને IPL 2025 પોઇન્ટ્સ ટેબલમાં ક્રમશ ત્રીજા અને ચોથા સ્થાન પર છે. આવો આ મેચ પહેલા અમુક ખાસ આંકડાઓ અને મેચ -અપ્સ વિશે જાણીએ.

RCB vs PBKS હેડ ટુ હેડ રેકોર્ડ (ETV Bharat Graphic Team)

ભુવનેશ્વર અને હેઝલવૂડ શ્રેયસ અય્યરને હેરાન કરી શકે છે:

આ સિઝનમાં PBKS ની ટીમ જ નહીં પરંતુ તેમના કેપ્ટન પણ જબદસ્ત ફોર્મમાં છે. અય્યર નામ પર આ સિઝનમાં 6 ઇનિંગમાંથી 3 મોટી અડધી સદી છે જેમની એક તો 97 રનની અણનમ ઈંનીંગ્સ પણ સામેલ છે. પણ હા બાકીની મેચમાં તેઓ 10 કે તેનાથી ઓછા સ્કોર પર પણ આઉટ થયેલ છે, જે ટીમ માટે ચિંતાનો વિષય છે. ઉપરાંત આ મેચમાં ચિંતા હજી વધી શકે છે, કારણ કે RCB ના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવૂડએ T20 ક્રિકેટમાં શ્રેયસ અય્યરને રન બનાવવા માટે ઘણો હેરાન કર્યો છે.

શ્રેયસ અય્યર (IANS)

ભૂવીએ શ્રેયસને T20 ત્રણ વખત આઉટ કર્યો છે, જ્યારે અય્યર તેમની સામે માત્ર 90 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી શક્યા છે. બીજી હેઝલવૂડે પણ અય્યરને T20 ક્રિકેટમાં બે વાર આઉટ કર્યો અને ફક્ત 25 ના સ્ટ્રાઈક રેટથી તેઓ રન બનાવી શક્યા છે. આ ઉપરાંત ભુવનેશ્વરે તો પંજાબના સારા ફોર્મ સાથે ચાલી રહેલ પ્રભસીમરનને 6 માંથી 3 મેચમાં આઉટ કરેલ છે, પણ સામે પ્રભ સીમરન ઝુક્યા નથી અને 159 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

માર્કો યાન્સન (IANS)

RCB ના ટોપ ઓર્ડર માટે PBKS પાસે આ બોલરોનો તોડ :

RCB ની ટોચની બેટિંગ લાઇન-અપે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, જેની અસર ટીમના પ્રદર્શન પર પડી છે કારણ કે તેઓએ છમાંથી ચાર મેચ જીતી છે. જોકે, પીબીકેએસના ડાબા હાથના પેસ બોલર અર્શદીપ સિંહ અને માર્કો જેનસેન પાસે આ ટોપ ઓર્ડરને તોડવાની ક્ષમતા છે.

અર્શદીપે T20 મેચોમાં છમાંથી બે ઇનિંગ્સમાં RCB ઓપનર ફિલ સોલ્ટને આઉટ કર્યો છે, જ્યારે સોલ્ટ અર્શદીપ સામે માત્ર 80 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવવામાં સક્ષમ છે. યાનસને ત્રણ ટી20 ઇનિંગ્સમાંથી બેમાં સોલ્ટના ઓપનિંગ પાર્ટનર કોહલીને આઉટ કર્યો છે, જોકે કોહલી જાનસેનથી 168 ના સ્ટ્રાઇક રેટથી સ્કોર કરે છે. આરસીબી માટે ત્રીજા નંબરે રમતા દેવદત્ત પડિકલ છ માંથી ત્રણ ઇનિંગ્સમાં અર્શદીપનો શિકાર બન્યા છે, જ્યારે પડિકલ પણ અર્શદીપ સામે 153 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે.

વિરાટ કોહલી (IANS)

કોહલી વિરુદ્ધ PBKS

કોહલીનો PBKS સામે ઉત્તમ રેકોર્ડ છે અને તેણે આ ટીમ સામે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે PBKS સામેની છેલ્લી 10 ઇનિંગ્સમાં આઠ વખત 20 રનનો આંકડો પાર કર્યો છે. તેણે આ ટીમ સામે 32 ઇનિંગ્સમાં 35.5 ની સરેરાશ અને 134 ના સ્ટ્રાઇક રેટથી 1030 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે. આમાંથી બે અડધી સદી અને એક સદી બેંગલુરુના ચિન્નાસ્વામી મેદાનમાં થઈ છે, જ્યાં આ મેચ યોજાવાની છે.

યુઝવેન્દ્ર ચહલ (IANS)

ચહલ VS કોહલી

અગાઉની મેચોમાં, વિરાટ કોહલીએ યુઝવેન્દ્ર ચહલ સામે 24 બોલમાં 33 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 154.69 રહ્યો છે. આ દરમિયાન કોહલી આઉટ થઈ ગયો. ચહલ કોહલીની વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે, ખાસ કરીને IPL 2024 ના એલિમિનેટરમાં.

હેડ ટુ હેડ

પીબીકેએસ અને આરસીબી વચ્ચેની સ્પર્ધા હંમેશા કઠિન રહી છે. અત્યાર સુધીમાં બંને વચ્ચે 33 મેચ રમાઈ છે, જેમાં PBKS એ 17 જ્યારે RCB એ 16 મેચ જીતી છે. તે જ સમયે, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, સંતુલન યજમાન RCB તરફ થોડું ઝુકાવેલું છે અને 12 મેચોમાં, RCB અહીં 7-5 થી આગળ છે. જોકે, RCB એ 2023 થી ત્રણેય મુકાબલા જીત્યા છે, જે દર્શાવે છે કે તાજેતરનો ઇતિહાસ RCB ના પક્ષમાં છે.

આ પણ વાંચો:

  1. 75 લાખના ખેલાડીની ગુજરાત ટાઈટન્સની ટીમમાં એન્ટ્રી! ઓક્શનમાં અનસોલ્ડ રહેલ હવે GT તરફથી મચાવશે ધમાલ
  2. વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સની ધાક… હૈદરાબાદને 5 વિકેટે હરાવી સિઝનની ત્રીજી જીત નોંધાવી