75 લાખના ખેલાડીની ગુજરાત ટાઈટન્સની ટીમમાં એન્ટ્રી! ઓક્શનમાં અનસોલ્ડ રહેલ હવે GT તરફથી મચાવશે ધમાલ
IPL 2025 ની 33 મેચ સમાપ્ત થઈ ગઈ છે, એવામાં ગુજરાત ટાઈટન્સની ટીમમાં એવા ખેલાડીની એન્ટ્રી થઈ છે જે બોલ અને બેટથી ધમાલ મચાવશે.

Published : April 18, 2025 at 10:00 AM IST
અમદાવાદ: IPL 2025 ની ખૂબ જ ધમાકેદાર શરૂઆત થઈ છે અને ચાહકોને રોજે રોજ રોમાંચક મેચ જોવા મલાઈ રહી છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ ની ટીમમાં ધાકડ ઓલરાઉન્ડરની એન્ટ્રી થઈ છે. ગ્લેન ફિલિપ્સ જે ઇજાના કારણે IPL માંથી બહાર થઈ ગયા છે તેમના સ્થાને આ જબરદસ્ત ખેલાડીને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
ફિલિપ્સના સ્થાને દાસુન શનાકાને સ્થાન મળ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં અવેજી ફિલ્ડર તરીકે ફિલ્ડિંગ કરતી વખતે ઉત્તમ ફિલ્ડર ગ્લેન ફિલિપ્સ ઘાયલ થયા હતા. ઇશાન કિશન દ્વારા રમાયેલા સ્ટ્રોકને રોકવાનો પ્રયાસ કરતી વખતે તે પડી ગયો અને દુખાવાને કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું. ઈજાને કારણે તે IPL 2025માંથી બહાર થઈ ગયો હતો અને ન્યુઝીલેન્ડ પાછો ફર્યો છે.

અન્ય એક ખેલાડી ટીમમાંથી બહાર:
વર્તમાન સિઝનમાં, ફિલિપ્સ કોઈપણ મેચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા અને સમગ્ર મેચ દરમિયાન બેન્ચ પર રહ્યા. તેમના પહેલા કાગીસો રબાડા પણ અંગત કારણોસર ગુજરાત ટીમ છોડીને ઘરે ચાલ્યા ગયા હતા.

શનાકા અગાઉ ગુજરાત ટાઇટન્સમાં રમી ચૂક્યા:
જમણા હાથના બેટ્સમેન દાસુન શનાકા અગાઉ ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ રહી ચૂક્યા છે અને IPL 2023 માં, તેમણે ગુજરાત ટીમ માટે ત્રણ મેચ રમી હતી, ત્યારબાદ તેમણે કુલ 26 રન બનાવ્યા હતા. હવે, સીઝનની મધ્યમાં, તેણે જેકપોટ મેળવ્યો છે અને તેને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળી છે. શનાકા પાસે અનુભવ છે અને તે શ્રીલંકન ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. અત્યાર સુધીમાં, તેણે શ્રીલંકાની ટીમ માટે 102 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે 1456 રન બનાવ્યા છે અને 33 વિકેટ લીધી છે.
🚨 NEWS 🚨
— IndianPremierLeague (@IPL) April 17, 2025
Gujarat Titans pick Dasun Shanaka as a replacement for the injured Glenn Phillips.
Details 🔽 #TATAIPL | @gujarat_titans
ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને:
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ગુજરાત ટાઇટન્સની ટીમે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ટીમે કુલ 6 મેચ રમી છે, જેમાંથી તેણે ચાર જીતી છે અને બે હાર્યા છે. 8 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ વત્તા 1.081 છે. રાજસ્થાનને હરાવી દિલ્હી પીન્ટસ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે માટે GTબીજા સ્થાને ધકેલાઇ ગયું છે.
આ પણ વાંચો:

