ગુજરાત

gujarat

India vs England Test Match: રાજકોટમાં રમાનાર ટેસ્ટ મેચની જીત માટે બંને ટીમોએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 10:24 PM IST

15મી ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાવાની છે. આજે બનેં ટીમોએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંડેરી ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ પણ કરી હતી. બંને ટીમના પ્લેયર્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમ તરફથી સ્પિનર કુલદીપ યાદવે અને ઈંગ્લેન્ડ ટીમ તરફથી ઓલિવ પોપે જીત માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. Rajkot India England 3rd Test Match Kuldeep Yadav Olive Pop

જીત માટે બંને ટીમોએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
જીત માટે બંને ટીમોએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

પ્લેયર્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધવામાં આવી હતી

રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15મી ફેબ્રુઆરીએ ટેસ્ટ મેચ રમાવાની છે. જેની તડામાર તૈયારીઓ બંને ટીમો કરી રહી છે. આજે બંને ટીમના ખેલાડીઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ હતું. જેમાં ખેલાડીઓએ જીત માટે આત્મવિશ્વાસ, મેચની સ્ટ્રેટેજી, પિચની સ્થિતિ, ખેલાડીઓના મનોબળ વિષયક પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

કુલદીય યાદવનો આત્મવિશ્વાસઃ ભારતીય સ્પિનર કુલદીપ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની પિચને ભલે બેટિંગ પિચ માનવામાં આવતી હોય પરંતુ એનો અર્થ એ નથી કે અહીં મેચ દરમિયાન 700થી 800 રન થાય. જ્યારે સ્પિનર્સને આ પ્રકારની પિચ પર ઘણી વખત સારી બોલિંગ કરવાની તક મળતી હોય છે ત્યારે મને આશા છે કે ભારતીય બોલર્સ આ પિચ પર સારો દેખાવ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હું છેલ્લે અહીં જે મેચ રમ્યો હતો તેમાં મેં 5 વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચમાં પણ હું સારું પ્રદર્શન કરું તેવી મને આશા છે. આગાઉ યોજાયેલી 2 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ રાજકોટમાં યોજાનાર આ ટેસ્ટ મેચમાં અમારી ટીમ પણ બેસ્ટ દેખાવ કરશે.

ભારતમાં ભારત સામે મેચ ચેલેન્જિંગઃ હૈદરાબાદ ખાતે ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલિવ પોપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજકોટની પિચ મેં આ અગાઉ જોઈ છે. પિચ પર હાલ થોડું ઘાસ છે. જે આવતીકાલે હશે કે નહિ તેના પર મેચ નિર્ભર કરે છે. જો કે ઓલિવે ભારતમાં ભારત સામે મેચને ચેલેન્જિંગ ગણાવીને કહ્યું કે અમે બંને મેચમાં સારો દેખાવ કરી ચૂક્યા છીએ. મને વિશ્વાસ છે કે આગામી ત્રીજી ટેસ્ટમાં પણ અમે સારું પ્રદર્શન કરશું.

રાજકોટની પિચને ભલે બેટિંગ પિચ માનવામાં આવતી હોય પરંતુ એનો અર્થ એ નથી કે અહીં મેચ દરમિયાન 700થી 800 રન થાય. જ્યારે સ્પિનર્સને આ પ્રકારની પિચ પર ઘણી વખત સારી બોલિંગ કરવાની તક મળતી હોય છે ત્યારે મને આશા છે કે ભારતીય બોલર્સ આ પિચ પર સારો દેખાવ કરી શકે છે...કુલદીપ યાદવ(ક્રિકેટર, ઈન્ડિયા)

ભારતમાં ભારત સામે મેચ રમવું થોડું ચેલેન્જિંગ છે. જો કે અમે બંને મેચમાં સારો દેખાવ કરી ચૂક્યા છીએ. મને વિશ્વાસ છે કે આગામી ત્રીજી ટેસ્ટમાં પણ અમે સારું પ્રદર્શન કરશું...ઓલિવ પોપ (ક્રિકેટર, ઈંગ્લેન્ડ)

  1. Rajkot: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી, રાજકોટ એરપોર્ટ પર પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ
  2. Ind Vs Eng Test: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ, રાજકોટમાં બંને ટીમોએ કરી નેટ પ્રેકટિસ

ABOUT THE AUTHOR

...view details