ગુજરાત

gujarat

ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા, લંડનથી ક્રિકેટ ચાહકો આવ્યા - IPL 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 31, 2024, 3:53 PM IST

Updated : Apr 2, 2024, 3:50 PM IST

IPL 2024ની 12મી મેચ હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી મેચ રમાશે.

Etv BharatGujarat Titans and Sunrisers Hyderabad
Etv BharatGujarat Titans and Sunrisers Hyderabad

GT VS SRH

અમદાવાદ:આજે IPL 2024ની 12મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે આ બંન્ને રમવા માટે ઉતરશે ત્યારે બંનેનો ધ્યેય બીજી જીત માટે રહેશે. બંને ટીમો વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી મેચ રમાશે. મેચ પહેલા દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો બંન્ને ટીમને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.

લંડનથી ક્રિકેટ ચાહકો મેચ જોવા આવ્યા: ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા, લંડનથી ક્રિકેટ ચાહકો આવ્યા છે. એક ફેન પહેલીવાર ઈન્ડીયા આવ્યા છે જેઓ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરે છે અને તેમણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પ્રસંશા કરી હતી.

GT અને SRH સામ સામે: IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રણ વખત સામસામે આવી ચૂકી છે. GTએ બે મેચ જીતી છે, જ્યારે SRHએ એક મેચ જીતી છે. હાલ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

આઈપીએલનો સૌથી મોટો સ્કોર:ગુજરાત ટાઇટન્સે ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ ચેન્નાઈમાં છેલ્લી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન બનાવીને આઈપીએલનો સૌથી મોટો સ્કોર બનાવ્યો અને સિઝનની પ્રથમ જીત હાંસલ કરી હતી.

બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11

ગુજરાત ટાઇટન્સ:શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમ્સન, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન.

સનરાઈઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.

  1. આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો મેચ વિશે શું કહેશે ક્રિક્ટ રસીકો - IPL 2024 SRH Vs GT
Last Updated : Apr 2, 2024, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details