ગુજરાત

gujarat

ગુજરાત ટાઇટન્સ વિજયી બની ચમત્કાર સર્જી શકે છે: ઉમેશ યાદવ - Umesh Yadav

By ETV Bharat Gujarati Team

Published : May 12, 2024, 7:34 PM IST

આવતીકાલે KKR સામેની મેચ પહેલા ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કરી છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

અમદાવાદ:IPL 2024માં હવે પ્લે ઓફ માટે ભારે રસાકસી જોવા મળી રહી છે. દરેક ટીમો એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે 13 મેંના રોજ ગુજરાત ટાઇટન્સ તેના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ રમવા કોલકત્તા નાઈટ રાઇડર સામે ઉતરશે. શુક્રવારે ગુજરાત ટાઇટન્સના વિજય બાદ હવે ટોપ ફોર માટે આશા બંધાઈ છે. ત્યારે સોમવારની મેચ માટે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે વિજયી ચમત્કારની આશા પ્રેસ કોન્ફરન્સમાં વ્યક્ત કરી છે.

કોઈપણ તક અમે જવા નહિ દઈએ:ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પ્રેસ કોનફરન્સમાં આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, છેલ્લી બે સીઝનમાં ગુજરાત ટાઇટન્સનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો હતો. આ સીઝનમાં ટાઇટન્સ ચમત્કાર સર્જી શકે છે. અમે સોમવારની મેચ કોલકત્તા નાઈટ રાઇડર સામે જીતવા તમામ પ્રયાસ કરીશું અને ટીમ વિજયી બનવા સક્ષમ છે. અમે ટુર્નામેન્ટ માં હવે મોટા માર્જિનથી અને ઓછી ઓવરમાં જીતી ટોપ ફોરમાં પ્રવેશવા પ્રયાસ કરીશું. કોઈપણ તક અમે જવા નહિ દઈએ. શુક્રવારની મેચથી ટીમ સૌથી વધુ ઉત્સાહમાં છે. કપ્તાન ગીલ અને સાઈ સુદર્શનની સેંચૂરીથી બેટ્સમેન ઉત્સાહિત છે અને ટુર્નામેન્ટમાં 200થી વધુ રન્સ કર્યા છે. જે બેટિંગ અનુભવ હવેની બાકી બે મેચમાં બતાવીશું.

પાવર પ્લે પડકાર રૂપ બન્યો છે:T20માં બોલર સામે પાવર પ્લે પડકાર બન્યો છે એમ કહી ઉમેશ યાદવે ઉમેર્યું કે, બોલિંગ અને બેટિંગ માટે પાવર પ્લે પડકાર સાથે તક પણ આપે છે. બોલર જ્યારે વિકેટ લેવાનો પ્રયાસ કરે એમ હું બોલર તરીકે માનુ છું. બોલર લેન્થ જાળવે, સ્વિંગ પર ફોકસ ઓછું રાખે. બેટ્સમેન પાસે આઉટ થવા એક જ બોલ હોય તો બોલર પાસે બેટ્સમેનને આઉટ કરવા 24 બોલ હોય છે. સુનીલ નારાયણને આઉટ કરવા વિકેટ ટુ વિકેટ બોલિંગ કરીશું. T20એ ચાન્સની ગેમ છે. જ્યાં ફાસ્ટ બોલરની ભૂમિકા મુશ્કેલ થતી જાય છે. ઇમ્પેક્ટ પ્લેયર ની ભૂમિકા મેચ બદલી શકે છે. જી ટી એ ઓછી સિક્સર ફટકારી ચેબોન ફોર, સિંગલ અને ડબલ રન થકી સારા રન સ્કોર કર્યા છે. આજકાલ બેટ્સમેન સારું હિટીંગ કરે છે એ જોવા દર્શકો સ્ટેડિયમમાં ઉમટે છે. IPL થકી દેશને શ્રેષ્ઠ ક્રિકેટર મળ્યા છે.

  1. KKR પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની, જાણો કેવી રહી અત્યાર સુધીની સફર - IPL 2024

ABOUT THE AUTHOR

...view details