ગુજરાત

gujarat

આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉમટ્યા - GT VS PBKS

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 7:36 PM IST

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની મેચ જોવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Etv BharatIPL 2024
Etv BharatIPL 2024

હૈદરાબાદ:IPL 2024ની 17મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચમાં પંજાબ જ્યારે જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે તો પંજાબ પર વાપસી કરવાનું દબાણ રહેશે. પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સ અત્યાર સુધીની છેલ્લી બે મેચ હારી છે. ગુજરાતે તેની પ્રથમ મેચ હાર્યા બાદ સતત બે મેચ જીતી છે. મેચ સાંજે 7:30 કલાકે શરુ થશે.

cricket ipl
ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા માટે નેપાળથી ચાહકો આવ્યા

મેચ પહેલા લોકોમાં ઉત્સાહનો માહોલ: ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની મેચ જોવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા માટે નેપાળથી ચાહકો આવ્યા છે. રાજસ્થાન મારવાડથી પણ ટીમને સપોર્ટ માટે લોકો આવ્યા છે. ખાસ કરીને શુભમન ગિલને સપોર્ટ કરવા માટે આવ્યા છે. ચાહકોનું કહેવું છે કે, ગિલ અને રાશીદની જોડી ચમકશે.

હેડ ટુ હેડ:બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં માત્ર 3 મેચ રમાઈ છે જેમાં પંજાબે 1 અને ગુજરાત ટાઇટન્સે બે મેચ જીતી છે. પંજાબ આ મેચ જીતીને આ રેકોર્ડની બરાબરી કરવા ઈચ્છશે.

બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11

પંજાબ કિંગ્સ:શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, મોહિત શર્મા.

  1. ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્માએ ગિલ અને આશિષ નહેરાની કરી પ્રસંશા, જાણો શું કહ્યું - MOHIT SHARMA

ABOUT THE AUTHOR

...view details