ગુજરાત

gujarat

5 લાખ મતની લીડથી જીતીશ: ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વખત મનસુખ વસાવાએ ફોર્મ ભરતા કર્યો દાવો - Mansukh Vasava filled nomination

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 9:22 PM IST

ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સતત સાતમી વાર ઉમેદવારી નોંધાવી છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારે મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવવા સમયે 5 લાખ મતની જંગી લીડથી જીતનો દાવો કર્યો હતો.

ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વખત મનસુખ વસાવાએ ફોર્મ ભર્યુ
ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વખત મનસુખ વસાવાએ ફોર્મ ભર્યુ

ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વખત મનસુખ વસાવાએ ફોર્મ ભર્યુ

ભરૂચ:ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ હવે આખરી તબક્કામાં છે. વિવિધ રાજકીય પક્ષો આ બેઠક પર પોત-પોતાની જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે સતત છ ટર્મથી ભરૂચના સાંસદ રહેલા મનસુખભાઇ વસાવાએ આજે સાતમી વખત લોકસભાના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી.

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં સમર્થકો ભેગા કરી મનસુખ વસાવાએ સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ની પોતાની ઉમેદવારી નોંધાવી હતી,

મહત્વપૂર્ણ છે કે સભા અને રેલી બાદ ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચેલા મનસુખ વસાવાને કાળઝાળ ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને સખત ગરમીના કારણે તેઓ પરસેવે ભીંજાઈ ગયાં હતાં. તો ઉમેદવારી પત્ર નોંધાવ્યા બાદ ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર મનુસખ વસાવાએ પોતાની જીત અંગેનો દાવો કર્યો હતો, સાથે જ જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર દેશમાં સત્તાના સુકાન પર આવશે તેમ હુંકાર કર્યો હતો.

  1. ભરૂચ લોકસભા બેઠક પર વસાવા vs વસાવા, છોટુ વસાવા અને AIMIM બનશે કિંગ મેકર ! - Lok Sabha Election 2024
  2. Loksabha Election 2024: ઈન્ડિયા અલાયન્સે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાની પસંદગી કરી, ભાજપ-કૉંગ્રેસ-આપની પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details