ગુજરાત

gujarat

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારનું બાઇક મળ્યું, ફોરેન્સિક તપાસ ચાલુ - SALMAN KHAN

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 7:27 PM IST

હાલમાં જ બોલિવૂડના ભાઈજાનના ઘરની બહાર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે ત્યાં પહોંચીને મામલાની તપાસ હાથ ધરી હતી. હવે પોલીસે ફાયરિંગ કરનાર વ્યક્તિની બાઇક કબજે કરી લીધી છે.

Etv BharatSALMAN KHAN
Etv BharatSALMAN KHAN

મુંબઈ:આજે સવારે 4:50 વાગ્યે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગ કર્યા બાદ મોટરસાઈકલ પર ભાગી રહેલા બે હુમલાખોરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. હાલમાં જ પોલીસે ખુલ્લેઆમ ફાયરિંગ કરનાર વ્યક્તિની બાઇક કબજે કરી છે. જેની ફોરેન્સિક તપાસ હાલ ચાલી રહી છે.

મુખ્યમંત્રીએ સલમાન સાથે ફોન પર વાત કરી: પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે સવારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. મુંબઈના DCP રાજ તિલક રોશને કહ્યું કે, 'આજે સવારે લગભગ 5 વાગે બે અજાણ્યા લોકોએ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. પોલીસને 3 રાઉન્ડ ફાયરિંગની માહિતી મળી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઘટના બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સલમાન સાથે ફોન પર વાત કરી હતી.

પોલીસે બાઈક કબજે કરી:મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનાર વ્યક્તિની બાઈક કબજે કરી છે, જેની ફોરેન્સિકલી તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. પોલીસની ટીમ પણ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં વ્યસ્ત છે. પોલીસને આશા છે કે CCTV ફૂટેજ હુમલાખોરોને પકડવામાં ઘણી મદદ કરશે. કહેવાય છે કે સલમાનના ઘરની આસપાસ ઘણા સીસીટીવી કેમેરા લાગેલા છે.

સલમાનને મળી સુરક્ષા:ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ખાનની ધમકીઓને કારણે તેને અંગત બંદૂક સાથે રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમની કાર પણ સુરક્ષા માટે બુલેટપ્રુફ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન છેલ્લે એક્શન થ્રિલર 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો. જેણે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું, મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ ખાસ ભૂમિકામાં હતા. તેની આગામી ફિલ્મોમાં દિગ્દર્શક વિષ્ણુવર્ધનની 'ધ બુલ' પણ છે, જોકે, આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ઈદના અવસર પર તેણે તેની ફિલ્મ સિકંદરની પણ જાહેરાત કરી હતી, જે ઈદ 2025માં રિલીઝ થશે.

  1. 1 નહીં, 2 નહીં પરંતુ 5 વખત સલમાન ખાનને મળી છે જાનથી મારી નાખવાની ધમકી, વાંચો સંપૂર્ણ વિગતો એક ક્લિકમાં - SALMAN KHAN

ABOUT THE AUTHOR

...view details