ગુજરાત

gujarat

પંકજ ત્રિપાઠીના બનેવીનો ભયાનક રોડ અકસ્માત કેમેરામાં કેદ, વીડિયો તમને ચોંકાવી દેશે - Pankaj Tripathi

By ETV Bharat Gujarati Team

Published : Apr 22, 2024, 2:52 PM IST

પંકજ ત્રિપાઠીના સાળાના રોડ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. ગયા શનિવારે (20 એપ્રિલ) સાંજે લગભગ 4 વાગ્યે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા.

Etv BharatPANKAJ TRIPATHI
Etv BharatPANKAJ TRIPATHI

મુંબઈ: બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીના બનેવીનું તાજેતરમાં એક જીવલેણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ હૃદયદ્રાવક અકસ્માતમાં અભિનેતાની બહેન સરિતાની હાલત નાજુક છે. અકસ્માત બાદ અભિનેતાની બહેન ધનબાદની SVMMCH હોસ્પિટલમાં દાખલ છે. હવે આ દર્દનાક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પંકજ ત્રિપાઠીની બહેન અને બનેવી બિહારના ગોપાલગંજથી સ્વિફ્ટ કારમાં કોલકાતા જઈ રહ્યા હતા.

કાર ડિવાઈડર સાથે અથડાઈ: ઝારખંડના ધનબાદના નિરસામાં NH 19 પર બપોરે લગભગ 3 વાગ્યે તેમની કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળથી બે ભાગમાં વહેંચાઈ ગઈ. આ અકસ્માતમાં અભિનેતાના સાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બહેનની હાલત ખતરાની બહાર છે.

બનેવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું: અકસ્માતના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કાર ઝડપથી આવે છે અને ડિવાઈડર સાથે અથડાઈ જાય છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, અભિનેતાના બનેવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સમગ્ર પરિવારમાં શોકનો માહોલ:દરમિયાન આ અકસ્માત બાદ પંકજ ત્રિપાઠી તેની બહેન અને બનેવીને મળવા માટે ધનબાદ આવ્યો હતો. આ અકસ્માતના પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે.

બહેનને પગમાં ફ્રેક્ચર થયું છે:સમાચાર એજન્સીને સરિતાની સ્થિતિ વિશે માહિતી આપતાં, SNMMCHના ઇમરજન્સી એચઓડી ડૉ. દિનેશ કુમાર ગિન્દૌરિયાએ કહ્યું કે, પંકજ ત્રિપાઠીની બહેનને પગમાં ફ્રેક્ચર થયું છે. હાલ તેઓ ખતરાની બહાર છે.

  1. પંકજ ત્રિપાઠીના પરિવારમાં શોકનો માહોલ, અભિનેતાના બનેવીનું રોડ અકસ્માતમાં મોત, બહેન સારવાર ચાલું છે - Pankaj Tripathi brother in law Died

ABOUT THE AUTHOR

...view details