ગુજરાત

gujarat

Mithun Chakraborty: મિથુન દા હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની ફરિયાદને લઈને સારવાર હેઠળ

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 11:46 AM IST

Updated : Feb 10, 2024, 11:58 AM IST

દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે સવારે 10 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Mithun Chakraborty hospitalised:

મિથુન દા હોસ્પિટલમાં દાખલ
મિથુન દા હોસ્પિટલમાં દાખલ

કોલકાતા:દિગ્ગજ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ 10 ફેબ્રુઆરી, શનિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અભિનેતાને સવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

ચાહકોની વધી ચિંતા:મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. શનિવારે સવારે, એટલે કે 10 ફેબ્રુઆરીએ, તેમને અચાનક છાતીમાં દુખાવો થયો અને થોડી ગભરામણ પણ અનુભવાઈ રહી હતી. તેમની તબિયત બગડે તે પહેલા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ અંગેની માહિતી મીડિયામાં વહેતી થતાં મિથુન ચક્રવર્તીના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને જલ્દી તેઓ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

પદ્મ ભૂષણ એવોર્ડની સન્માનિત: મિથુન ચક્રવર્તીને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પદ્મ ભૂષણ મળ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી અને કહ્યું હતું કે, ''આ એવોર્ડ મેળવીને તેઓ ખુશ છે. હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. મેં ક્યારેય કોઈની પાસે મારા માટે કંઈ માંગ્યું નથી. માંગ્યા વિના કંઈક મેળવીને અત્યંત આનંદની લાગણી. આ એક ખૂબ જ અદ્ભુત અને અલગ લાગણી છે. મને ખૂબ સારું લાગે છે''.

દિગ્ગજ અને પ્રતિભાશાળી અભિનેતા: વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગત વર્ષ 2023માં મિથુન સુમન ઘોષની સુપરહિટ બંગાળી ફિલ્મ 'કાબુલીવાલા'માં જોવા મળ્યા હતા. વર્ષ 2022માં, તેમણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં નિવૃત્ત IAS ની ભૂમિકા ભજવવા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

બોલીવુડના 'ડિસ્કો ડાન્સર': મિથુન હિન્દી સિનેમાના પીઢ અભિનેતા છે, જેને ડિસ્કો ડાન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની અભિનય કારકિર્દીમાં, તેમણે 'પરિવાર', 'મેરા યાર મેરા દુશ્મન', 'બાત બન જાયે' અને 'દિવાના તેરે નામ કા' જેવી લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રેષ્ઠ ફિલ્મો ઉપરાંત, તેમણે ઘણા ટેલિવિઝન ડાન્સ શોને પણ જજ કર્યા છે.

  1. lal salaam: 'લાલ સલામ' બૉક્સ ઓફિસ પર ચાલ્યો 'જેલર' રજનીકાંતનો જાદૂ, ઓપનિંગ ડે પર થઈ આટલી કમાણી
  2. 'તેરી બાતો મે એસા ઉલજા જિયા'ની ઓપનિંગ ડે પર ધીમી શરૂઆત, બીજા દિવસે બૉક્સ ઓફિસ પર મચાવશે ધમાલ ?
Last Updated :Feb 10, 2024, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details