ગુજરાત

gujarat

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ફિયાસ્કો, Sensex માં 609 પોઈન્ટનો કડાકો - Share Market Update

By ETV Bharat Gujarati Team

Published : Apr 26, 2024, 4:56 PM IST

ચાલુ કારોબારી સપ્તાહ દરમિયાન શાનદાર પ્રદર્શન સાથે સતત પાંચ દિવસ તેજીનું વલણ નોંધાવ્યા બાદ આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ફિયાસ્કો થયો છે. આજે ભારતીય શેરબજારના તમામ મુખ્ય સૂચકાંક વધારા સાથે ખુલ્યા હતા. જોકે, ત્યારબાદ દિવસ દરમિયાન સતત ગગડતા રહી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 609 અને 150 પોઈન્ટ તૂટીને રેડ ઝોનમાં બંધ થયા હતા.

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ફિયાસ્કો
સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ફિયાસ્કો

મુંબઈ :આજે 26 એપ્રિલ, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર સતત છઠ્ઠા દિવસે તેજીના વલણ સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન સતત નબળા વલણના પરિણામે ગગડ્યું અને ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય બજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. બજારમાં સૌથી વધુ વેચવાલી ફાઇનાન્શિયલ સ્ટોકમાં નોંધાઈ છે.

BSE Sensex : આજે 26 એપ્રિલ, શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 74,339 બંધની સામે 170 પોઇન્ટ વધીને 74,509 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 74,515 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે સતત ગગડતો રહીને લગભગ 899 પોઈન્ટ તૂટીને 73,616 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 609 પોઈન્ટ તૂટીને 73,730 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.82 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 150 પોઈન્ટ (0.67%) ઘટાડા સાથે 22,419 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 50 પોઈન્ટના વધારા સાથે 22,620 ના મથાળે ખુલ્યો હતો. આજના ઓપનીંગને જ ડે હાઈ બનાવ્યા બાદ સતત વેચવાલીને પગલે ગગડીને 235 પોઈન્ટ તૂટ્યો અને 22,385 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર :આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટેક મહિન્દ્રા (7.34%), વિપ્રો (0.79%), ITC (0.56%), અલ્ટ્રાટેક સિમેન્ટ (0.53%) અને ટાઇટન કંપનીનો (0.33%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં બજાજ ફાઇનાન્સ (-7.73%), બજાજ ફિનસર્વ (-3.55%), ઇન્ડસઇન્ડ બેંક (-3.36%), નેસ્લે (-3.08%) અને કોટક મહિન્દ્રાનો (-2.11%) સમાવેશ થાય છે.

  1. PM કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર થવા જઈ રહ્યો છે, યાદીમાં તમારું નામ તપાસો - PM KISAN YOJNA
  2. ભારતીય શેરબજારમાં નીચલા સ્તરથી શાનદાર રિકવરી, એપ્રિલ સિરીઝનું શાનદાર ક્લોઝીંગ, Sensex 486 પોઈન્ટ ઉછળ્યો

ABOUT THE AUTHOR

...view details