ગુજરાત

gujarat

DK Shivkumar: કર્ણાટકના ડે.CM ડીકે શિવકુમારને સુપ્રીમકોર્ટે આપી મોટી રાહત, મની લોન્ડરિંગ કેસને ફગાવ્યો

By ETV Bharat Gujarati Team

Published : Mar 5, 2024, 6:30 PM IST

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે 2018ના મની લોન્ડરિંગ કેસમાં આરોપી ડીકે શિવકુમાર વિરુદ્ધ નોંધાયેલ કેસને ફગાવી દીધો છે.

કર્ણાટકના ડે.CM ડીકે શિવકુમારને સુપ્રીમકોર્ટે આપી મોટી રાહત
કર્ણાટકના ડે.CM ડીકે શિવકુમારને સુપ્રીમકોર્ટે આપી મોટી રાહત

નવી દિલ્હી: કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે મંગળવારે તેમની સામે 2018ના મની લોન્ડરિંગ કેસને ફગાવી દીધો. ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને ન્યાયમૂર્તિ કેવી વિશ્વનાખની ખંડપીઠ સમક્ષ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા અને વકીલ પરમાત્મા સિંહે કર્યું.

શિવકુમારની સર્વોચ્ચ અદાલતમાં અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની કલમ 3 હેઠળ સજાપાત્ર અપરાધની તપાસ માટે અરજદારને ખોટી રીતે નોંધાયેલ ECIR/HQ/2018માં અધિકારક્ષેત્ર વિના શરૂ કરાયેલી ગેરકાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, પીએમએલએ હેઠળ તપાસ શરૂ કરવા માટેનું સ્વીકૃત કારણ આવકવેરા સત્તાવાળાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ છે, જેમાં IPCની કલમ 120B હેઠળ સજાપાત્ર ગુનાહિત ષડયંત્રનો આરોપ છે.'

પિટિશનમાં જણાવાયું છે કે અનુસૂચિત અપરાધને અંજામ આપવા માટે કોઈ ષડયંત્રાના અભાવમાં કલમ 2(યુ)માં પરિભાષિત અપરાધની કોઈ કાર્યવાહી અસ્તિત્વમાં નથી અને પ્રાથમિક દૃષ્ટિએ, પીએમએલએની કલમ 3 લાગુ થઈ શકતી નથી. આ કેસના સંબંધમાં સપ્ટેમ્બર 2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ શિવકુમારની ધરપકડ કરી હતી.

ગત મહિને દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. ત્યારે કોંગ્રેસ નેતાએ ભાજપ પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ કરોડો રૂપિયાના કથિત કરચોરી અને 'હવાલા' વ્યવહારોના આરોપમાં બેંગલુરુની વિશેષ અદાલત સમક્ષ 2018 માં આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર નોંધવામાં આવ્યો હતો.

આઈટી વિભાગે શિવકુમાર અને તેના કથિત સહયોગી એસકે શર્મા પર અન્ય ત્રણ આરોપીઓની મદદથી 'હવાલા' ચેનલો દ્વારા નિયમિતપણે મોટા પ્રમાણમાં બિનહિસાબી નાણાંની લેવડદેવડમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો.

Udhayanidhi Stalin: સનાતન ધર્મની ટિપ્પણી પર SCએ ઉધયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી...

Supreme Court: સંસદ કે વિધાનસભામાં વોટ કે ભાષણ માટે લાંચના આરોપોમાંથી સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર

ABOUT THE AUTHOR

...view details