ગુજરાત

gujarat

રામ મંદિર મામલે પીએમ મોદીનો વિપક્ષ પર વાર, રોહિણી યાદવે આપ્યો વળતો જવાબ - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 5:41 PM IST

પીએમ મોદી સહિત તમામ ભાજપના નેતા વિપક્ષ સામે રામ મંદિરને લઈને ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે હવે વિપક્ષના નેતાઓ પણ વળતો જવાબ આપી રહ્યા છે. લાલુ યાદવની પુત્રી રોહિણી યાદવે કહ્યું કે, તેઓ સીતા માતાને પણ ગાળો આપે છે, તેઓ ભગવાન રામના શું થશે...

પીએમ મોદીને રોહિણી યાદવે આપ્યો વળતો જવાબ
પીએમ મોદીને રોહિણી યાદવે આપ્યો વળતો જવાબ

RJD ઉમેદવાર રોહિણી આચાર્યએ વળતો પ્રહાર કર્યો

બિહાર :2024 લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. બિહારની 40 બેઠકો પર NDA અને મહાગઠબંધનના ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ ચૂંટણી પ્રચારમાં ભાજપના તમામ નેતાઓ રામ મંદિરના મુદ્દે વિરોધીઓને કોસતા રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 4 એપ્રિલના રોજ જમુઈ અને રવિવારે નવાદામાં રેલીમાં વિરોધ પક્ષને રામ વિરોધી કહ્યા હતા. આ મામલે લાલુ યાદવની પુત્રી અને સારણ સીટના RJD ઉમેદવાર રોહિણી આચાર્યએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, અમે રામ વિરોધી નથી.

મારા ઘરે રામનો વાસ છે : RJD નેતા અને સારણ લોકસભા બેઠકના ઉમેદવાર રોહિણી આચાર્યએ કહ્યું કે, કોઈએ રામ મંદિર બનાવવાની ના પાડી નથી. અમારા ઘરમાં ભગવાનનો વાસ છે. કોઈપણ કામ કરતા પહેલા અમે ભગવાનની પૂજા કરીએ છીએ, તેમના આશીર્વાદ માંગીએ છીએ. તેઓ (ભાજપ) બહેન સીતાને પણ સારું-ખરાબ કહે છે. અમે માતા સીતાની પૂજા કરીએ છીએ.

ભગવાન રામની અર્ધાંગિની સીતા માતાનો જન્મ બિહારમાં થયો હતો અને જે અહીં આવીને માં-બહેનોનું અપમાન કરે છે, તેઓ ભગવાન રામના શું થશે. આ વખતે બિહારની માતાઓ અને બહેનો આનો જવાબ આપશે. -- રોહિણી આચાર્ય (RJD ઉમેદવાર, સારણ લોકસભા બેઠક)

રાજકારણમાં પ્રવેશવાનો મારો હેતુ :રાજકારણમાં પ્રવેશવાનો મારો હજુ એક હેતુ છે. મારી કેટલીક પારિવારિક જવાબદારી હતી, જેના કારણે હું અગાઉ રાજકારણમાં આવી શકી નહોતી. આજે મેં મુઝફ્ફરપુરની ઘટનાને લઈને ટ્વીટ પણ કર્યું છે. હવે આટલું મોટું પાપ ન થવું જોઈએ. હું મારો અવાજ ઉઠાવીશ. જોઈ લો તોંદવાળા કાકાનું શું થયું. તેથી જ હું માતાઓ અને બહેનો માટે સારણથી ચૂંટણી લડી રહી છું.

નીતિશ કુમાર પર નિશાન સાધ્યું :રોહિણી આચાર્યએ નીતિશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, ગઈકાલે જે રીતે નીતીશ કુમારે વડાપ્રધાનના ચરણ સ્પર્શ કર્યા તે નવી વાત નથી. તેઓ તો પહેલાથી જ તેમની સામે નમી ચૂક્યા છે. ત્યાં (NDA) ફેંકવાની સ્પર્ધા ચાલી રહી છે. તેમની કંપની જુઓ કોની શરણમાં છે.

વિપક્ષનો વળતો જવાબ :આ વિવાદ પર લાલુ યાદવની મોટી પુત્રી અને પાટલીપુત્ર લોકસભા સીટના ઉમેદવાર મીસા ભારતીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે તે મોદીજી અને ભાજપનું નથી. આપણે દર્શન કરવા જઈશું, શું કોઈ રોકશે ? RJD સાંસદ મનોજ ઝાએ પીએમ મોદી સમક્ષ અનેક સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રોજગાર, ગરીબી, રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ભગવાન પર કોઈનો કોપીરાઈટ નથી, ભાઈ.

રામ મંદિરમાં વિપક્ષની ગેરહાજરી :22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વિપક્ષે આનો વિરોધ કર્યો હતો અને કાર્યક્રમથી દૂર રહ્યા હતા. તે સમયે જ્યારે લાલુ યાદવને અયોધ્યા જવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ રામ મંદિરના અભિષેક માટે નહીં જાય. તેજસ્વી યાદવ પણ કાર્યક્રમમાં ગયા નહોતા.

  1. '10 વર્ષથી નિરાશાજનક પ્રદર્શન છતાં બીજાને નેતૃત્વ નથી આપતાં' - જાણો પ્રશાંત કિશોરે આવું કેમ કહ્યું ?
  2. પીએમ ઘણું આગળનું વિચારે છે, દેશને કોંગ્રેસની 'ગેરંટી' પર વિશ્વાસ નથી: રાજનાથ સિંહ

ABOUT THE AUTHOR

...view details