ગુજરાત

gujarat

Parliament Security Breach Case: સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં 6 આરોપીઓની ન્યાયિક કસ્ટડી 11 માર્ચ સુધી લંબાવાઈ

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 4:38 PM IST

સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં છ આરોપીઓની ન્યાયિક કસ્ટડી 11 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ કેસમાં આરોપીઓના વકીલ બદલવાની માંગણી પણ આરોપીઓએ કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Parliament Security Breach Case

સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં 6 આરોપીઓની ન્યાયિક કસ્ટડી 11 માર્ચ સુધી લંબાવાઈ
સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં 6 આરોપીઓની ન્યાયિક કસ્ટડી 11 માર્ચ સુધી લંબાવાઈ

નવી દિલ્હી: પટિયાલા હાઉસ કોર્ટે સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં છ આરોપીઓની ન્યાયિક કસ્ટડી 11 માર્ચ સુધી લંબાવી છે. એડિશનલ સેશન જજ હરદીપ કૌરે આ આદેશ આપ્યો છે. આજની સુનાવણી દરમિયાન આરોપી નીલમ આઝાદે કોર્ટમાં કહ્યું કે, તે તેના વકીલ સુરેશ ચૌધરીને બદલી રહી છે, જ્યારે બાકીના 5 આરોપીઓએ કહ્યું કે તેઓ પણ પોતાનો વકીલ રાખવા માંગે છે.

હકીકતમાં, 13 ડિસેમ્બરે 2 આરોપીઓ સંસદની વિઝિટર ગેલેરીમાંથી ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. થોડા સમય બાદ 1 આરોપી ડેસ્કની ટોચ પર ચાલતો હતો. તેણે તેના જૂતામાંથી કંઈક કાઢ્યું અને અચાનક પીળો ધુમાડો નીકળવા લાગ્યો. આરોપીઓના નામ સાગર શર્મા, મનોરંજન ડી, અમોલ શિંદે, નીલમ આઝાદ, લલિત ઝા અને મહેશ કુમાવત છે. ઘટના બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ આરોપીઓ સામે UAPAની કલમ 16 A હેઠળ આરોપો દાખલ કર્યા છે. 5 જાન્યુઆરીએ કોર્ટે આરોપીના પોલીગ્રાફ, નાર્કો અને બ્રેઈન મેપિંગનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બર 2023ના રોજ પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને 24 કલાકની અંદર આરોપી નીલમના પરિવારને FIRની કોપી આપવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટના આ આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો છે. 22 ડિસેમ્બર 2023ના રોજ હાઈ કોર્ટે પટિયાલા હાઉસ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં છ આરોપીઓની ન્યાયિક કસ્ટડી 11 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ કેસમાં આરોપીઓના વકીલ બદલવાની માંગણી પણ આરોપીઓએ કરી છે.

  1. SANSAD Security Breach: આરોપીઓ પર પોલીગ્રાફ, નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરવામાં આવશે
  2. Parliament Security Breach Case : આરોપી નીલમ "આઝાદ" થશે ! હાઈકોર્ટમાં પોતાની કસ્ટડીને પડકારતી અરજી કરી

ABOUT THE AUTHOR

...view details